Showing posts with label Social Media. Show all posts
Showing posts with label Social Media. Show all posts

Sunday, December 25, 2022

સોશિયલ મીડિયા પર “સ્ટેટસ”ની કાળી/જોખમી બાજુ


સોશિયલ મીડિયાનો આવિષ્કાર કેવી રીતે અને શા માટે થયો હતો..? દુનિયાભરમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે, પરંતુ સૌથી જોખમી રીતે તેનો ઉપયોગ ભારતીયો કરે છે...કમનસીબે!  

 n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 હજુ ગઈકાલ સુધી હસતી-રમતી, ખીલખીલાટ કરતી કિશોર વયની રમ્યા આજે એકાએક ઘરમાં પુરાઈ ગઈ છે, બલ્કે પુરાઈ જવા મજબૂર બની છે. કેમ કે તેના કઢંગી હાલતના અણછાજતા ફોટા વાયરલ થયા છે. પૂર્ણ સંસ્કારી પરિવારની રમ્યા જાણે છે કે પોતે આવું કશું જ નથી કર્યું જેથી તેના કોઈ ફોટા પાડે અને આ રીતે વાયરલ થાય. તેના પરિવારના સભ્યોને પણ પૂરો વિશ્વાસ છે કે રમ્યાએ આવું કશું કર્યું જ ન હોય...અને છતાં હકીકત એ છે કે તેના કઢંગા ફોટા વાયરલ છે. પરિવાર અને મિત્રો સહિત કોઇને નથી સમજાતું કે આવું કેવી રીતે થયું હશે?

સવાર-સાંજ પૂજા-પાઠ કરતો કાર્તિકેય આજે પોલિસ કસ્ટડીમાં છે. કારણ, તે શરાબ અને ડ્રગની પાર્ટીમાં બેઠો હોય એવા તેના ફોટા વાયરલ થયા છે. કાર્તિકેયને ઓળખનાર એકપણ વ્યક્તિ આ વાત માનવા તૈયાર જ નથી, છતાં વાયરલ ફોટાને આધારે પોલિસ હાલ તો તેને લઈ ગઈ છે.

બંને નિર્દોષ હતાં એમાં કોઇને કશી શંકા નહોતી. પરંતુ આવું કેવી રીતે થયું એ કોઇને સમજાતું નહોતું. છેવટે એક સોશિયલ મીડિયા નિષ્ણાત તથા એક સાયબર ક્રાઈમ નિષ્ણાત- એમ બે જણની ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી. એકાદ અઠવાડિયા સુધી ઊંડી તપાસ, પરીક્ષણો, સમીક્ષા અને રમ્યા તેમજ કાર્તિકેય સાથે કલાકો સુધી વાતચીત કર્યા બાદ આ ટીમે જે તારણો કાઢ્યાં એ ચોંકાવનારા છે એટલું જ નહીં પરંતુ આખા સમાજ માટે ચેતવણીરૂપ છે.

નિષ્ણાતોની ટીમનાં તારણોનો સાર કંઇક આ પ્રમાણે છેઃ સંસ્કારી પરિવારનાં આ બંને બાળકોની ભૂલ એ હતી કે તેઓ પરિવાર અને મિત્રો સાથેના દરેક નાના-મોટા શુભ પ્રસંગોના ફોટા પોતાના સોશિયલ મીડિયા “સ્ટેટસ”માં શૅર કરતાં હતાં. સોશિયલ મીડિયામાં માત્ર પરિચિતોને આ બધું શૅર કરવું અને “સ્ટેટસ”માં શૅર કરવું તેમાં થોડો તફાવત છે. આમ તો પરિચિતોને શૅર કરવામાં પણ “ફૉરવર્ડ” થવાનું જોખમ તો રહેલું જ છે, છતાં એ વધારે ચિંતાજનક નથી હોતું, પરંતુ “સ્ટેટસ”માં શૅર કરવામાં પૂરેપૂરું જોખમ છે કેમ કે તમારું “સ્ટેટસ” તમારા પરિચિત ન હોય, તમારા કૉન્ટેક્ટ લિસ્ટમાં ન હોય એવા લોકો પણ જોઈ શકે, તેનો દૂરુપયોગ કરી શકે એવું જોખમ છે. કેવી રીતે? તો એ મુદ્દો જાતે વિચારો તો વધારે સભાન-સતર્ક થઈ શકશો.

વાસ્તવમાં આવું બધું ન થાય, બદમાશ તત્વો આવો ગેરલાભ ન ઉઠાવે એ માટે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ અને તમામ સાઇટ ઉપર ચોક્કસ પ્રકારના સલામતીનાં પગલાં અને ફિલ્ટર ઉપલબ્ધ હોય છે, પરંતુ કમનસીબે સાવ જૂજ લોકોને જ તેની જાણકારી હોય છે, બાકીના બધા કોઈ જાણકારી કે સમજ વિના સોશિયલ મીડિયાનો બેફામ ઉપયોગ કરતા હોય છે અને પરિણામે રમ્યા અને કાર્તિકેયની જેમ મુશ્કેલીમાં સપડાય છે.

મુદ્દો એ છે કે, તમારી કોઈ આગવી કામગીરી, તમારી સિદ્ધિ વિશે માત્ર પરિચિતોને જાણ કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનો હોય છે. એ બધું તો થતું જ હોય છે, પરંતુ હવે ખૂબ મોટી સંખ્યામાં લોકોને – ખાસ કરીને મહિલાઓ-છોકરીઓને બર્થડે પાર્ટી, લગ્ન પ્રસંગ, રેસ્ટોરાંમાં ભોજન, બગીચાની મુલાકાત કે થિયેટરમાં ફિલ્મ જોવા જવા જેવી સાવ સામાન્ય અને અંગત બાબતોના ફોટા “સ્ટેટસ”માં શૅર કરવાની ઘેલછા લાગી ગઈ છે. તેનાં પરિણામો માઠાં આવી રહ્યાં છે, હજુ માઠાં પરિણામ આવશે જો સમયસર આ બધું સોશિયલ મીડિયાના “જાહેર મંચ” ઉપર મૂકવાનું બંધ કરવામાં નહીં આવે તો.

દરેક નાના-મોટા પ્રસંગે પાડેલા ફોટાને “સ્ટેટસ”માં શૅર કરીને “લાઇક” અને “લવ”ના ઈમોજીની સંખ્યા વધારવાની ઘેલછા ઉપર તાત્કાલિક અસરથી બ્રેક મારવામાં નહીં આવે તો આપણી આગામી પેઢીઓ સાવ મુર્ખ પેદા થશે. તેઓ સોશિયલ મીડિયા પરના “સ્ટેટસ” જ જીવનનું અંતિમ સત્ય માની લેશે અને અભ્યાસ, સંશોધન, વાચન-વિચારને ગૌણ માની લેશે. વાલીઓ પોતે ઉપરાંત શિક્ષકો, પત્રકારો તથા અન્ય ચિંતકો આ વિશે પોતપોતાના સ્તરે સ્થિતિ સુધારવા માટે કામ નહીં કરે તો વર્તમાન અને આગામી પેઢી માત્ર ‘રીલ’ બનાવવાને જ મહત્ત્વની કામગીરી ગણશે. તેમનાં એ ‘રીલ’ ફૉરવર્ડ થતાં રહેશે અને એ રીતે તેમની પોતાની “રીલ” ઉતરતી રહેશે. મને તો એવું લાગે છે કે સાવધાન થવાનો આ જ સમય છે, તમે શું કહો છો? વિચારો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!

Monday, July 9, 2018

જ્યારે સોશિયલ મીડિયાને કારણે આખું ઈંગ્લેન્ડ સળગ્યું હતું



--- ભારતમાં પણ જેનો ડર હતો એ થઈને રહ્યું. સમાજના અનિષ્ટ તત્વોએ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને દેશના ભોળા અને અબૂધ લોકોને હિંસક બનાવી દીધા. આ હજુ શરૂઆત છે, ચેતી જજો... નહીં તો કોઈ દુશ્મન દેશ ભારતમાં ગૃહયુદ્ધ (સિવિલ વૉર) કરાવી દેશે


-- અલકેશ પટેલ

તમારામાંથી કેટલાકને 2011ના ઈંગ્લેન્ડના તોફાનો યાદ હશે, પણ ઘણાને યાદ નહીં હોય અથવા ખબર પણ નહીં હોય. દુનિયામાં ખૂબ મોટાપાયે હિંસા, આગ, તોડફોડ અને લૂંટફાટ થવાનો એ પ્રથમ કિસ્સો હતો જેના માટે સ્પષ્ટપણે સોશિયલ મીડિયા જવાબદાર હતું. સળંગ ચાર દિવસ સુધી ચાલેલી એ હિંસા અને લૂંટફાટ પછી સોશિયલ મીડિયાનાં જોખમોની બાબતમાં પશ્ચિમના દેશો તો સજાગ થઈ ગયા... પરંતુ કમનસીબે ભારત જેવા દેશો કશું શીખતા નથી.
2011નો એ ઑગસ્ટ મહિનો હતો. 6ઠ્ઠી ઑગસ્ટે માર્ક દુગ્ગન નામના એક aઅશ્વેત અપરાધીને પકડવા ગયેલી પોલીસ ઉપર દુગ્ગને ગોળીબાર કર્યો. ઈંગ્લેન્ડની પોલીસ પાસે કોઈ ઉપાય ન રહેતાં સામો ગોળીબાર કર્યો અને એ એન્કાઉન્ટરમાં દુગ્ગન માર્યો ગયો. ત્યારપછી બે દિવસ સુધી બધું શાંત રહ્યું, પરંતુ આઠ ઑગસ્ટે દુગ્ગનના પરિવારજનો, તેના કેટલાક મિત્રો અને અન્ય લોકો સ્થાનિક પોલીસ સ્ટેશને પહોંચ્યા અને “ન્યાય” ની માગણી કરવા લાગ્યા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ એ ટોળા સાથે વાતચીત કરી અને તેમને શાંતિ જાળવવા અને ઘરે જવા અપીLલ કરી. પરંતુ ટોળું માન્યું નહીં, અને કલાકો સુધી પોલીસ સ્ટેશનને ઘેરીને બેસી રહ્યું. થોડા કલાક પછી એકાએક એવી અફવા ફેલાઈ કે 16 વર્ષની એક છોકરીએ પોલીસ તરફ શૅમ્પેઇનની બૉટલ ફેંકી જેના જવાબમાં પોલીસે તેને માર માર્યો અને એ છોકરી ગંભીર રીતે ઘવાઈ ગઈ છે. આ અફવા ફેલાતાં જ ત્યાં હિંસા શરૂ થઈ ગઈ, સાથે આસપાસના અન્ય વિસ્તારો ઉપરાંત આખા ઈંગ્લેન્ડમાં ઠેરઠેર હિંસા અને તોડફોડ શરૂ થઈ ગઈ. ટીવીમાં સમાચારો આવે એ પહેલાં ઈંગ્લેન્ડના અન્ય વિસ્તારોમાં હિંસા શરૂ થઈ ગઈ હતી એ બાબત જ પુરવાર કરતી હતી કે એ સમયે ત્યાં સોશિયલ મીડિયાએ ભૂંડી ભૂમિકાk ભજવી હતી.
આખી વાતમાં કોઈએ એ તપાસ કરવાની તસ્દી જ ન લીધી કે એ છોકરી કોણ છે અને પોલીસે ખરેખર તેને મારી છે કે કેમ? પરંતુ તે સમયે ઈંગ્લેન્ડમાં ટ્વિટર અને ફેસબૂક સહિત સોશિયલ મીડિયા પ્રચલિત થઈ ચૂકેલા હતા અને તેથી પોલીસે કથિત રીતે છોકરીને માર માર્યાની અફવા આખા ઈંગ્લેન્ડમાં ફેલાઈ ગઈ. અપરાધીઓ તેમજ બેરોજગારોને તો જાણે દોડવું હતું અને ઢાળ મળ્યો. ઠેરઠેર દુકાનો લૂંટાવા લાગી, સ્થાનિક બસો સહિત સરકારી મિલકતોને આગ લગાડવામાં આવી. 8 ઑગસ્ટથી 11 ઑગસ્ટ એમ ચાર દિવસ સુધી આખું ઈંગ્લેન્ડ સોશિયલ મીડિયાની અફવાઓને કારણે સળગતું રહ્યું, લૂંટાતું રહ્યું, ઘવાતું રહ્યું. બધું શાંત થયા પછી આકલન કરવામાં આવ્યું તો એ ચાર દિવસની હિંસામાં ઈંગ્લેન્ડને 200 મિલિયન પાઉન્ડ (અંદાજે 190 કરોડ રૂપિયા)નું નુકસાન થઈ ચૂક્યું હતું.
આ હિંસા, આગ અને લૂંટફાટ સ્પષ્ટ રીતે સોશિયલ મીડિયા ઉપર ફેલાતી રહેલી અફવાઓને કારણે હતી એ વાતની સાબિતી એ જ હતી કે જ્યાં કશું જ ન થયું હોય એવી વાતો ટ્વિટર અને ફેસબૂક ઉપર વહેતી કરીe દેવામાં આવતી અને થોડી મિનિટમાં ઈંગ્લેન્ડના અન્ય શહેરો અને પરા વિસ્તારોમાં હિંસા શરૂ થઈ જતી.
આજે આ આખી ઘટના ભારતના સંદર્ભમાં યાદ કરવી જરૂરી છે. ભારતમાં છેલ્લા બે મહિનામાં સોશિયલ મીડિયા, ખાસ કરીને વૉટ્સએપ ઉપર અફવાઓ ફેલાવાને કારણે ઓછામાં ઓછા 25 જણની હત્યા થઈ ગઈ છે. ભારતમાં હજુ ફેસબૂક અને ટ્વિટરનો ઉપયોગ મોટાભાગના લોકો નથી કરતા, પરંતુ વૉટ્સએપ સાવ હાથવગું છે. નાનાં બાળકોથી માંડીને વયોવૃદ્ધ લોકો પણ વૉટ્સએપનો બેફામ ઉપયોગ કરે છે. તેના પર તમામ પ્રકારના મેસેજ ચોવીસેs કલાક લોકો ફોરવર્ડ કર્યા જ કરે છે.
ભારતના ભલાભોળા અને અબૂધ લોકોની આ માનસિકતાને સમજી ગયેલા બદમાશો વૉટ્સએપનો દુરુપયોગ કરીને ગમેતેવી અફવા ફેલાવી દે છે અને લોકો પણ કશું જોયા-જાણ્યા-સમજ્યા વિના ફોરવર્ડ કર્યા કરે છે.
આવી ઘટનાઓમાં લોકોનો વાંક છે કે નહીં, તેની hચર્ચા કરવાનો કોઈ અર્થ નથી કેમકે જેમ વાંદરાને નીસરણી (સીડી) મળી જાય એમ દરેક સમજુ-અણસમજુ પ્રજાને સોશિયલ મીડિયા હાથમાં આવી ગયું છે અને લોકો તેના ઉપર ચડ-ઉતર કર્યા કરે છે.
પરંતુ સજાગ થવાનું છે શિક્ષિત લોકોએ, સજાગ થવાનું છે ટીવી અને અખબાર જેવા મીડિયાએ, સજાગ થવાનું છે પોલીસે અને સજાગ થવાનું છે સરકારે. આ સૌએ એકબીજા સામે આંગળીઓ ચીંધવાને બદલે એ વાત ભારપૂર્વક ફેલાવવી પડશે કે સોશિયલ મીડિયા જોખમી છે અને તેના ઉપયોગમાં સૌએ સાવધાની રાખવી જોઈએ.
વળી ભારત જેવા અર્ધશિક્ષિત દેશની પ્રજાના હાથમાં આવું જોખમી સાધન આવી ગયું છે જેને કારણે પણ ખતરો અનેકગણો વધી જાય છે, ત્યારે રાજકીય પક્ષોએ પણ દરેક બાબતે સરકારનો વાંક કાઢ્યા કરવાને બદલે જવાબદારીથી વર્તવું પડશે. જો આ બાબતમાં સાવધાની રાખવામાં નહીં આવે તો પાકિસ્તાન જેવો દુશ્મન દેશ કે પછી ચીન જેવો બદમાશ દેશ ક્યારેક ભારતમાં કોઈક મુદ્દે એવી ગંભીર અફવાઓ ફેલાવશે કે આખા દેશમાં ગૃહયુદ્ધ (સિવિલ વૉર) ફાટી નીકળશે. આવી જોખમી સંભાવનાની મારી ચેતવણીની ઉપેક્ષા કરવા જેવી નથી.

Tuesday, July 3, 2018

સોશિયલ મીડિયામાંથી પાછા વળો, નહીં તો મરશો


સોશિયલ મીડિયામાંથી પાછા વળો, નહીં તો મરશો

--- અલકેશ પટેલ

આપણા પારિવારીક અને સામાજિક જીવનમાં જે ઘટનાઓ બની રહી છે તે ચિંતાજનક તો છે જ, પણ તેથી વધારે ચિંતાજનક એ છે કે કોઈને એ સમજાતું નથી કે આવું શા માટે થઈ રહ્યું છે?

મહદ્અંશે આનું કારણ સોશિયલ મીડિયા છે. (હું જાણું છું કે આટલું વાંચીને થોડા વધારે પડતા હોંશિયાર અને કહેવાતા બુદ્ધિજીવીઓ મારો આખો લેખ વાંચ્યા વિના અને તેની પાછળનો તર્ક સમજ્યા વિના હસી કાઢશે, પણ વાંધો નહીં. મારે જે કહેવું છે એ કહેવું તો પડશે જ.)


હા, તો એવું નથી કે મહિલાઓ ઉપર અત્યાચાર અને દુષ્કર્મ પહેલાં નહોતાં થતાં. પણ એ અત્યાચાર અને દુષ્કર્મનું પ્રમાણ ઓછું હતું એટલું તો સૌએ સ્વીકારવું પડશે. જો આટલું સ્વીકારીએ તો એ બાબતે વિચારણા કરવી પડે કે,
હવે આવું શા માટે વધારે થાય છે?
શા માટે પ્રમાણ વધી ગયું છે?
કોણ તેનો સૌથી વધુ ભોગ બને છે?
તમામ ઘટનાઓ તેમજ તમામ આંકડા ઉપર ધ્યાન આપવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે હિન્દુ છોકરીઓ અને હિન્દુ મહિલાઓ આવા અત્યાચાર અને દુષ્કર્મનો સૌથી વધુ ભોગ બને છે.
શા માટે હિન્દુ છોકરીઓ અને હિન્દુ મહિલાઓ વધુ ભોગ બને છે?
તેનું કારણ છે હિન્દુત્વની અતિશય ઉદારતા. સાવ જૂજ (હા, સાવ જૂજ) સમાજને બાદ કરતાં મોટાભાગના હિન્દુ સમુદાયોમાં દીકરીઓ અને મહિલાઓને સંપૂર્ણ સ્વતંત્રતા મળેલી છે. અને તેમાં પણ સમાજ જેમ જેમ આધુનિક થઈ રહ્યો છે તેમ આ સ્વતંત્રતાનો વ્યાપ પણ વધી રહ્યો છે.
અને આ સ્વતંત્રતામાં હવે સોશિયલ મીડિયા ભળ્યું હોવાથી જોખમ વધ્યું છે. સોશિયલ મીડિયામાં કોઈ સરહદ કે કોઈ મર્યાદાઓ નથી, તેને પરિણામે તમામ પ્રકારના લોકો એક-બીજાના સંપર્કમાં આવે છે. અને પછી કોઇની વચ્ચે કોઇ મર્યાદા રહેતી નથી. આ જ સૌથી મોટું જોખમ છે.
દુષ્કર્મના તમામ કેસના અભ્યાસ પરથી વારંવાર એવું તારણ નીકળતું રહે છે કે મોટેભાગે (હા, મોટેભાગે – પણ બધા કિસ્સામાં નહીં) પરિવારનો જ  અથવા પાડોશનો જ કોઈ પુરુષ કે પછી પરિચિત વ્યક્તિ જ દોષિત નીકળે છે. ઉદાર હિન્દુ સમાજની આ જ સૌથી મોટી ભૂલ છે કે સાવ નાની દીકરીઓથી માંડીને કિશોરીઓ તેમજ યુવતીઓને પરિવાર અથવા પાડોશીઓના ભરોસે મૂકી દે છે. અને પછી એ બાળકી કે એ કિશોરી સાથે શું થાય છે એ ભાગ્યે જ કોઈને જાણ થાય છે. મોટાભાગના કિસ્સાઓમાં કોઈ કશું બોલતું નથી. ક્યારેક કંઇક અતિશય થઈ જાય ત્યારે જ કિસ્સો પ્રકાશમાં આવે છે.
અહીં પશ્ચિમના દેશોમાં થોડા સમયથી ચાલી રહેલી એક ચળવળની યાદ અપાઉં. “મી ટુ” – નામની આ ચળવળમાં હોલિવૂડની અભિનેત્રીઓ સહિત પશ્ચિમની કેટલીક સેલિબ્રિટી મહિલાઓએ પોતે જીવનમાં કોઈને કોઈ તબક્કે કાં તો પરિવારના જ પરિચિત પુરુષો અથવા પાડોશી કે પછી પોતાના ક્ષેત્રના જાણીતા પુરુષોને કારણે જાતીય શોષણ સહન કરવું પડ્યું હતું એવી વાતો જાહેર કરી હતી.
અર્થાત કહેવાનો આશય એ છે કે બાળકીઓ તેમજ કિશોરીઓ સાથે આવું કંઈપણ થવાનું સૌથી પહેલું જોખમ પરિવાર-પરિચિત-પાડોશી પુરુષો તરફથી જ રહેલું હોય છે.
તો હવે કોઈ એવો પ્રશ્ન કરે કે તો પછી સોશિયલ મીડિયાનો શો વાંક?
જવાબ છે, સોશિયલ મીડિયાએ આ જોખમ અનેકગણું વધારી દીધું છે. સ્માર્ટફોનમાં દુનિયાભરની ગંદકીનું સર્જન પણ થાય છે અને ફોરવર્ડ પણ થાય છે. સ્માર્ટ ફોનમાં ફોટા પાડી શકાય છે અને વીડિયો ઉતારી શકાય છે.
આ તમામ બાબતોનો દુરુપયોગ પરિવારના જ કે પછી કોઈ પરિચિત કે પછી પાડોશમાં રહેતા લંપટ કિશોરો-યુવાનો-પુરુષો કરી શકે છે, કરતા જ હોય છે. તેમાં બ્લેકમેલિંગ પણ થતું હોય છે.
આ જ કારણે કહું છું કે હિન્દુ વાલીઓએ વધારે પડતા ઉદાર રહેવાની જરૂર નથી.
અહીં હવે સેક્યુલર-કોમવાદીઓ કે કહેવાતા પ્રગતિશીલ લોકો કે પછી કહેવાતા મહિલા અધિકારવાદીઓ સ્ત્રી સ્વતંત્રતાનો ઝંડો ઉપાડી લેશે... પરંતુ એક મિનિટ તમે આવા ઝંડા ઇસ્લામ વિરુદ્ધ ઉપાડી શકો છો? આ બધી સ્વતંત્રતાની વાતો શું માત્ર હિન્દુઓ માટે જ છે?
અન્ય સમાજમાં પણ આ બધું જ બનતું હશે, પરંતુ એ બહાર નથી આવતું. કહેવાતા મહિલા અધિકારવાદીઓને અને કહેવાતા માનવ અધિકારવાદીઓની અન્ય ધાર્મિક સમુદાયો વિરુદ્ધ એક હરફ ઉચ્ચારવાની હિંમત નથી. એ સમાજોમાં જે બંધનો છે તેને આ બધા કહેવાતા મહિલા અધિકારવાદીઓ અને કહેવાતા માનવ અધિકારવાદીઓ ધાર્મિક પરંપરા ગણાવીને છટકી જાય છે, પરંતુ હિન્દુની વાત આવે એ સાથે જ આ બધા દંભીઓને સ્વતંત્રતા યાદ આવી જાય છે.
સ્વતંત્રતા ન હોવી જોઈએ એવું કહેવાનો કોઈ આશય જ નથી. હિન્દુ સમુદાય સ્વતંત્ર હતો જ અને રહેશે, પરંતુ બદલાયેલા સંજોગોમાં, સોશિયલ મીડિયાનાં જોખમો ઓળખવામાં આવે અને વાલીઓ એ બાબતે ધ્યાન આપે એ માત્ર જરૂરી નહીં, ફરજિયાત છે.

છેલ્લા થોડા સમયથી ખાસ કરીને જે કિસ્સા બની રહ્યા છે તેના ઉપર ધ્યાન આપવામાં આવશે તો મારી વાત સમજવાનું સરળ રહેશે. એ દરેક કિસ્સામાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાએ વિલન જેવી ભૂમિકા ભજવી છે એ સ્પષ્ટ છે. બાળકીઓ, કિશોરીઓ તેમજ યુવતીઓ અને મહિલાઓને બચાવવી હશે તો સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના દુરુપયોગની દિશામાં વિચારવું પડશે, આ બાબતમાં બધાએ સાથે મળીને ચર્ચા કરવી પડશે અન્યથા સ્થિતિ વધારે કથળતી જશે એ નિશ્ચિત છે. એટલે જ કહું છું, સોશિયલ મીડિયામાંથી પાછા વળો...

Thursday, June 21, 2018

તમને કેવા લોકો પસંદ છે?


ગુરુકુળ
n  અલકેશ પટેલ
તમને કેવા લોકો પસંદ છે?
---- શિક્ષણ એટલે માત્ર પરીક્ષા પાસ કરવી એવું નહીં. શિક્ષણ એટલે સમજ, શિક્ષણ એટલે મૅચ્યોરિટી. અભ્યાસનાં પુસ્તકો સિવાય બહાર આપણને જે કંઈ મળે છે તે શિક્ષણ


તમને કેવા લોકો પસંદ છે? – With whom are you CONNECTED?    તમને થશે કે આ વળી કેવો સવાલ છે? સવાલ સાચો જ છે અને મને ખાતરી છે કે તમારો જવાબ પણ એવો જ સાચો હોવાનો. અહીં એવા લોકોની પસંદગીની વાત છે જેની સાથે તમે દિલથી જોડાયેલા છો, મગજથી એટલે વૈચારિક રીતે નહીં. વૈચારિક રીતે તો તમે દુનિયામાં અનેક લોકોને પસંદ કરતા હોવ, પરંતુ દિલથી પસંદ હોય એવા લોકોની સંખ્યા વધારે નથી હોતી.
        આ વાત જાણવી અને સમજવી જરાય અઘરી નથી, સાવ સહેલી છે. દરેક વ્યક્તિ પોતાના એક ચોક્કસ વર્તુળ સાથે જીવે છે. આ વર્તુળમાં પોતાનો સ્વભાવ, ખાણી-પીણી અંગેની પોતાની પસંદ-નાપસંદ, કપડાં અંગેની પસંદ-નાપસંદ, અરે વાહન અંગેની પસંદ-નાપસંદ પણ આ વર્તુળમાં આવી જાય છે. હવે, આ બધી બાબતોને આધારે તમે વિચારવા બેસશો એટલે તરત જ તમને એવા લોકો યાદ આવવા લાગશે જેને કાંતો તમારી પસંદગી પસંદ હોય અથવા તમારા જેવી જ પસંદગી એ પણ ધરાવતા હોય. જેમ કે, તમે જૉલી સ્વભાવના હોવ તો તમારી ખૂબ નજીકના લોકો પણ એવા જ સ્વભાવના હશે. સોગિયું મોઢું રાખનારા કે નિરાશાવાદીઓ તમારી આસપાસ હોય ખરા પરંતુ તેમનું સ્થાન તમારા દિલમાં નહીં હોય. તમે દિલમાં તો એવા જ લોકોને સ્થાન આપશો જે હંમેશાં તમારી જેમ ખુશમિજાજ રહેતાં હોય. એવું જ ખાણી-પીણીની બાબતમાં છે. તમને સાવ સાદું ભોજન પસંદ હોય તો તમારી ખૂબ નજીક એવા લોકો જ હશે જેમને પણ સાદું ભોજન ગમતું હોય. સ્પાઈસી ભોજન પસંદ કરનારા તમારી આસપાસ હશે તો ખરા, પરંતુ તમારા દિલમાં તો એવા લોકોનું એક વિશેષ સ્થાન હશે જેમને પણ તમારી જેમ સાદું ભોજન પસંદ હોય. આથી ઊલટું પણ હોઈ શકે..તમને સ્પાઈસી ભોજન ગમતું હોય તો તમારું નજીકનું વર્તુળ પણ એવી જ પસંદવાળા લોકોનું હશે.
        કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે તમને એવા જ લોકો વધારે પસંદ હોય છે, એવા જ લોકો તમારી નજીક હોય છે જેમના આચાર-વિચાર, વાણી-વ્યવહાર, ખાણી-પીણી તમારી પસંદગી સાથે મેચ થતાં હોય. તમે સ્કૂલ-કૉલેજમાં ભણતા હોવ કે પછી કોઈ ઑફિસમાં જૉબ કરતા હોવ– બધે તમારી દોસ્તી માત્ર એવા લોકો સાથે વધારે થશે જેમની પસંદ - તમારી પસંદ સાથે મેચ થતી હોય. લગ્નજીવનમાં પણ જે પતિ-પત્નીની આ બધી પસંદગી સરખી હશે... અથવા બેમાંથી કોઈ એક જણે બીજાની પસંદગી મુજબ પોતાની પસંદગી ઢાળી દીધી હશે તેમનું લગ્નજીવન સુખી અને હર્યુંભર્યું હશે. એથી વિરૂદ્ધ પસંદગી મેચ ન થતી હોય એવાં પતિ અથવા પત્ની પોતાના નાનકડા અહંકારને દૂર કરીને “મેચિંગ” કરી લેવા તૈયાર ન હોય ત્યારે એવાં લગ્નજીવનમાં હંમેશાં ખટાશ રહ્યા કરતી હોય છે. અને મારું મક્કમપણે માનવું છે કે પતિ-પત્ની અંગેના અને તેમાંય ખાસ કરીને પત્નીઓની મજાક ઉડાવતા જેટલા પણ જોક બનતા હોય છે તેની પાછળ આ “મેચિંગ” નો અભાવ જ કારણભૂત છે.
આ કનેક્ટ –CONNECT એ માનવજીવનનું સૌથી મોટું “ઓપન સિક્રેટ” છે. સામાન્ય લોકોને બાંધી રાખનાર અથવા અલગ રાખનાર આ પરિબળ વિશે આપણને ખબર નથી હોતી. હા, સાથે એ પણ કહી દઉં કે આ કનેક્ટ –CONNECT માં ક્યારેક શોર્ટસર્કિટ પણ થઈ જતી હોય છે. પરિણામે ક્યારેક ટૂંકા ગાળા માટે તો ક્યારેક કાયમ માટે સંબંધ ખોરવાતા હોય છે, પરંતુ આજે જ, અત્યારે જ દિલ ઉપર હાથ મુકીને વિચાર કરજો કે જેમની સાથે આવો કોઈ ખટરાગ થયો હોય તેમને તમે મનથી ભલે દૂર કર્યા હોય... પરંતુ દિલના ખૂણામાં તેમનું સ્થાન યથાવત્ જ રહે છે, ખરું ને?!