Friday, June 15, 2018

મોગલ માતા વિવાદ અને બુદ્ધિજીવી બદમાશો – 2


મોગલ માતા વિવાદ અને બુદ્ધિજીવી બદમાશો – 2
--- અલકેશ પટેલ

ગઈકાલ (14-6-18)ની પોસ્ટમાં આપણે #બ્રેકિંગ ઈન્ડિયા વિશે વાત કરી (https://keshav2907.blogspot.com/2018/06/blog-post_14.html ) હવે આજે આ બ્રેકિંગ ઈન્ડિયાના એજન્ટોને વધારે નજીકથી ઓળખીએ.

બ્રેકિંગ ઈન્ડિયાના બદમાશો આમ તો આપણી આસપાસ જ હોય છે. આ એવા બુદ્ધિજીવી બદમાશો છે જે એક ખ્રિસ્તીની ધાર્મિક ભાવનાને ધર્મ ગણે છે, એક મુસ્લિમની ધાર્મિક ભાવનાને ધર્મ ગણે છે... પણ હિન્દુની ધાર્મિક ભાવનાને ધર્મ ગણવા તૈયાર નથી. આવા બદમાશોએ પોતાના અડ્ડા બનાવી લીધા છે અને જેમ શરાબના અડ્ડાને સત્તાવાળાઓ દૂર નથી કરી શકતા એમ આ બુદ્ધિજીવી બદમાશોના અડ્ડા પણ સમાજ માટે કલંક હોવા છતાં તેને દૂર કરાતા નથી. આવા અસામાજિક સોશિયલ અડ્ડાઓ ઉપર બધા જ બદમાશો દિવસ-રાત છીછી-પીપી કર્યા કરે છે અને સમાજને પ્રદૂષિત કરતા રહે છે. વધારે ખરાબ સ્થિતિ ત્યારે થાય છે જ્યારે આવા ગંદાગોબરા અડ્ડાવાળા બદમાશોને મીડિયામાં સ્થાન મળે છે.

આ બદમાશો હિન્દુ ધર્મની દરેક બાબતની મજાક ઉડાવે છે, હિન્દુ ધર્મની દરેક બાબત કલ્પના અને ઉપજાવી કાઢેલી હોવાનું જુઠાણું સતત ફેલાવ્યા કરે છે. તેનું પરિણામ એ આવે છે કે નબળા મનના હિન્દુઓ આવા બદમાશોની વાતમાં આવી જાય છે અને ધર્મથી વિમુખ થવા લાગે છે. ક્યારેક આવા નબળા લોકો ધર્માંતર પણ કરી લે છે.

સાચી વાત એ છે કે, દુનિયાનો એકમાત્ર સનાતન (હિન્દુ) ધર્મ જ એવો છે જે કુદરતના કણેકણમાં ઇશ્વરનું સ્વરૂપ હોવાની વાત કરે છે. આપણા માટે ધરતી માતા છે તો નદી પણ માતા છે. આપણા સૂર્ય દેવતા છે તો ચંદ્રનું સ્થાન પણ તેનાથી ઓછું નથી. સનાતન ધર્મનું કોઈ સૌથી મોટું પ્રમાણ હોય તો તે ભગવદ્ ગીતા છે. પણ કમનસીબે એ કોઈ વાંચતું નથી, પચાવતું નથી. અને બુદ્ધિજીવી બદમાશોની વાતોમાં સપડાઈ જાય છે.

કમનસીબી એ છે કે આવા મહાન સનાતન-હિન્દુ ધર્મને બચાવવા માટે જે કોઈ પ્રયાસ કરે છે એ બધા જ એકલા-એકલા છે. તેઓ સમૂહમાં નથી આવી શકતા. તેની સામે સનાતન-હિન્દુ ધર્મને ખતમ કરવા નીકળેલા બ્રેકિંગ ઈન્ડિયાનાં કહેવાતા બુદ્ધિજીવી બદમાશ તત્વો સંગઠિત છે. એમને નાણાકીય સહાય કરનારા તત્વો છે. તેમને કાનૂની સહાય કરનારા તત્વો છે. તેમને નૈતિક હિંમત આપનારા તત્વો છે. તેમને મીડિયામાં સ્ટેટ પૂરું પાડનારા તત્વો છે. પણ સનાતન માટે લડનારા સૈનિકો એકલા-અટુલા છે. એ સંગઠિત થશે તો બ્રેકિંગ ઈન્ડિયાના બદમાશોને ઓળખી શકાશે, તેમને હરાવી શકાશે./અલકેશ પટેલ/15-6-2018/શુક્રવાર.

No comments:

Post a Comment