Friday, June 29, 2018

રોજગારીઃ ભ્રમણાઓ અને વાસ્તવિકતા --- અલકેશ પટેલ


રોજગારીઃ ભ્રમણાઓ અને વાસ્તવિકતા   --- અલકેશ પટેલ
-----------------------------------------------------------
રોજગારી મેળવવાનું આજે જેટલું સહેલું અને સરળ છે એવું અગાઉ કદી નહોતું. ભારતના યુવાન પાસે આખી દુનિયા એક્સપ્લોર કરવાની તક છે, પણ કમનસીબે સોશિયલ મીડિયા અને સાવ પપ્પુ જેવા રાજકીય પક્ષોની વાતોમાં આવીને ભારતનો યુવાન સમય અને શક્તિ વેડફી રહ્યો છે
----------------------------------------------------------
રોજગારી અંગેનો મારો આ ચાર વર્ષ જૂનો લેખ જ્યારે જ્યારે જોઉં છું ત્યારે એટલું જ સમજાય છે કે ચાર વર્ષ પહેલાં મેં જે લખ્યું હતું તેમાં આજે પણ કોઈ ફેર પડ્યો નથી. જૉબ તો હજારોની સંખ્યામાં ઉપલબ્ધ છે, પણ કરવી છે કોને?” એ શીર્ષક હેઠળ નવગુજરાત સમય માં 29-6-2018ના રોજ પ્રકાશિત થયેલો આ લેખ ફરી ફરી રિપોસ્ટ કરીને ફરી ફરી સૌને એક જ સંદેશો આપવા માગું છું કે મુશ્કલી રોજગારીની તકોની નથી... મુશ્કેલી આપણી માનસિકતા, આપણી વ્યવસ્થા અને શિક્ષણપ્રથાની છે. – અને આ મુશ્કેલીઓ હોવા છતાં તેમાંથી બહાર આવી શકાય એમ છે.


મને આજે સવારે જ એક ઇમેલ મળ્યો છે જેમાં લિંક્ડઇન લખે છે કે અમદાવાદ વિસ્તારમાં જ 3000 કરતાં વધુ નોકરી ઉપલબ્ધ છે. જો આ એક વેબસાઇટ પાસે આટલી નોકરીની વિગતો હોય તો વિચારો બીજી પણ કેટલી બધી રોજગારી ઉપલબ્ધ હશે!
 

એ માટે ---

  • દરેકે કોઇપણ કામગીરી કરવાની તૈયારી રાખવી જોઈએ. પપ્પુ જેવા રાજકીય પક્ષો માટે ચા કે ભજિયાની લારી કે પછી એવાં કોઇપણ કામ નાના અને શરમજનક હોઈ શકે, કેમકે આવા પપ્પુઓએ કદી શ્રમ કર્યો નથી, માત્ર લોકોના પૈસે મહેલોમાં રહ્યા છે, પરંતુ ભારતીય યુવાને એવા લોકોની વાતમાં આવ્યા વિના દરેક કામને સર્વશ્રેષ્ઠ ગણીને તેમાં ઝૂકાવી દેવાની જરૂર છે.
  •  આપણા યુવાન-યુવતીઓ વિદેશમાં જઈને રેસ્ટોરામાં વેઇટર કે પછી પેટ્રોલ પંપ ઉપર એટેન્ડન્ટ કે પછી મોલમાં સેલ્સમેન/સેલ્સગર્લ બનવા તૈયાર હોય છે, તો પછી એવાં કામો ભારતમાં કરવા કેમ તૈયાર નથી?
  •  ભારત સરકાર દરેક રાજ્યના મોટાં શહેરોમાં સ્કિલ ડેવલપમેન્ટ (કુશળતા વિકાસ) માટેના વર્ગ ચલાવે છે. તેનો હેતુ જુદા જુદા ક્ષેત્રોમાં રોજગારીની માંગ પુરી કરવાનો છે. માંગ અને પુરવઠા વચ્ચેનું અંતર ઓછું કરવા આવાં સ્કિલ ડેવલપમેન્ટ કેન્દ્રો ચાલે છે ત્યાંથી થોડી જરૂરી કુશળતા મેળવીને પણ રોજગારી મેળવી શકાય છે.
  •  માતૃભાષા ગુજરાતીની જરાય ઉપેક્ષા કર્યા વિના, ગુજરાતી બરાબર શીખીને તે ઉપરાંત અંગ્રેજી અને હિન્દી સારી રીતે શીખવામાં આવશે તો પણ રોજગારીમાં મુશ્કેલી નહીં પડે.
  •  હાલ આપણા સૌના કમનસીબે ગુજરાતમાં મોટી સંખ્યામાં વિદેશી તેમજ અન્ય રાજ્યોની કંપનીઓ કાર્યરત છે. આ કંપનીઓમાં લોકોની ખૂબ જરૂર છે અને એ માંગ અન્ય રાજ્યોના લોકોથી પૂરી થાય છે, તેનું કારણ એ છે કે ગુજરાતીઓ આળસ કે પછી એવા બીજા કોઈપણ કારણસર અંગ્રેજી શીખવા તૈયાર નથી.

(આ વિષય ઉપર વધુ વાંચવા-સમજવા અહીં કેટલાક એટેચમૅન્ટ છે.)



No comments:

Post a Comment