Sunday, September 5, 2021

છંદ છોડીને કુછંદે ચડેલા કવિને ખુલ્લો પત્ર

 




છંદ છોડીને કુછંદે ચડેલા કવિને ખુલ્લો પત્ર

 

કવિ મહાશય, છેલ્લા થોડા સમયથી તમે છંદ છોડીને કુછંદે ચડ્યા છો. તમને હિન્દુ, હિન્દુત્વ, ભાજપ, સંઘ, વિહિંપ – આ બધાને લગતી તમામ બાબતો અને આ બધા સાથે જોડાયેલા લોકો મુર્ખ, ડફોળ, હિંસક, પાપી, અપ્રામાણિક લાગે છે. તેથી વિરુદ્ધ એબ્રાહેમિક પંથો સાથે જોડાયેલા લોકો મહાન, પ્રામાણિક, શાંતિપ્રિય, વિદ્વાન લાગે છે. તમારી આવી માનસિક સ્થિતિનો સામાન્ય સંજોગોમાં કોઈ ઉપાય નથી.

કવિ મહાશય, આ સ્થિતિને ભ્રમણાની સ્થિતિ કહે છે અને આવી ભ્રમણા કાર્લ માર્ક્સ નામના એક આળસુ, મફતખોરે સમાજ અને દેશોને તોડવાની એક થીયરી ઘડી કાઢી હતી ત્યારથી તમારા જેવા ઘણા લોકો તેના વાયરસની અસરમાં આવ્યા અને મુક્ત થતા નથી.

ખેર, કવિ મહાશય, આપના ત્રણ ઊંબાડિયા વિશે વાત કરવી છે એટલે આ પત્ર લખ્યો છે. એક તો આપે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાનને ખુલ્લો પત્ર લખ્યો હતો તે બદલ. બીજું આપે સ્વામી વિવેકાનંદ જે બોલ્યા જ નથી એ વાત એમના મોંમાં મૂકી તે બદલ. અને ત્રીજું, આપે ઋગ્વેદનું “અનર્થ”ઘટન કરવાની જે બદમાશી કરે તે બદલ.

સામાન્ય રીતે મારી માન્યતા એવી છે કે, કાદવમાં પથ્થર ન નાખવો, શ્વાનને ન છંછેડવું. પણ આપે જે ધૃષ્ટતા (અનેક અર્થમાંથી કનિષ્ઠ અર્થમાં) શરૂ કરી છે તેથી મને લાગ્યું કે એક જાગ્રત સનાતની તરીકે જવાબ તો આપવો જોઇએ.

એક વ્યક્તિ તરીકે, એક કહેવાતા કવિ તરીકે, એક કહેવાતા પ્રબુદ્ધ નાગરિક તરીકે તથા એક વૃદ્ધ વ્યક્તિ તરીકે આપને આપનો અભિપ્રાય હોય એમાં કોઇને કશો વાંધો ન હોવો જોઇએ, હોઈ પણ ન શકે. છતાં જવાબ આપવો, સંવાદ કરવો એ પણ ઉચ્ચ સનાતની પરંપરા જ છે.

સાચી વાત એ છે કે, આપના જેવા ઘણા કહેવાતા સર્જકો આભાસી દુનિયામાં જીવતા હોય છે. આપના જેવા કહેવાતા સર્જકને વિવિધ પ્રજાતિના લોકો વખાણતા હોય છે એટલે આપના જેવા લોકોને એમ લાગતું હોય છે કે આપ દુનિયાનું સૌથી મહાન કામ કરી રહ્યા છો. આ વખાણ કરનારાઓમાં હિંસાખોર-અસહિષ્ણુ માઓવાદીઓ પણ હોય છે, ધર્માંતરના સ્પષ્ટ ઇરાદા સાથે સમાજમાં રખડતા મિશનરીઓ પણ હોય છે. અને હા, તેમાં અર્થાત આ વખાણ કરનારાઓમાં હૃદયના ઊંડાણમાં જેહાદી માનસિકતાનું પાલન-પોષણ કરતા, પરંતુ ચહેરા ઉપર મહોરાં અને જીભ ઉપર આભાસી મીઠાશ (મીઠાશ જોખમી હોય છે એ તો જાણતા જ હશો ને કવિ!) રાખતા લોકો પણ હોય છે.

હવે સમસ્યા એ ઊભી થાય છે કે, આપના જેવા કહેવાતા સર્જકોને એમ લાગે છે કે, આ બધા મારી સાથે આટલું સારી રીતે વર્તે છે એટલે મારે એમનું માન જાળવવા હિન્દુડાઓને ગાળો તો દેવી પડે. અને એ શરૂ કરી દો. એવું શરૂ કરો એટલે એ “વખાણ-પ્રજાતિ” વધારે ખુશ થાય અને તમારા વધારે વખાણ કરે. એમાં ધીમે ધીમે ઇકોસિસ્ટમ પણ ગોઠવાતી જાય. મીડિયામાં બેઠેલા આવાં તત્વોના સ્લીપર સેલ તમને કોલમું લખવા નિમંત્રણ આપે. એમની બીજી ઇકોસિસ્ટમ આપના જેવા સર્જકો માટે માન-અકરામ-પુરસ્કારની ગોઠવણ કરે. જે કવિતાના ચાર-આનાય નહોતા ઉપજતા એવી કવિતાઓના સર્જકને આ બધું મળે તો ગલગલિયાં તો થાય ને! અને એ ગલગલિયાં કહેવાતા સર્જકોને કુછંદે ચડાવી રહ્યાં છે.

કવિ મહાશય, મારી ચિંતા અલગ છે. મારી ચિંતા તમારા જેવા તત્વોને કારણે આ સમાજમાં જે વિભાજનનાં બીજ રોપાઈ રહ્યાં છે તે છે. મારી ચિંતા 800-900 વર્ષ પહેલાં જેહાદીઓના આક્રમણથી ડરીને તેમની પૂંઠે ભરાઈ ગયેલા અને તેમને મહાન ચીતરતા તમારા જેવા કહેવાતા સર્જકોને કારણે સનાતનીઓએ આજે પણ પોતાને સાચા અને નિર્દોષ સાબિત કરવા મથામણ કરવી પડે છે – તે છે. મારી ચિંતા 18મી-19મી સદીમાં વેપાર કરવાના નામે આ દેશમાં આવેલા અને દેશ એમના પિતાશ્રીની જાગીર હોય એમ કબજો જમાવી બેઠેલા અંગ્રેજોની ભાટાઈ કરવા આજ સુધી કુરનિશ બજાવતા તમારા જેવા કહેવાતા સર્જકોને કારણે સનાતનીઓએ આજે પણ પોતાનાં મૂળ સાબિત કરવા માથામણ કરવી પડે છે – તે છે.

કવિ મહાશય, આપના જેવા કથિત સર્જકોની મુશ્કેલી એ હોય છે કે આપની પ્રજાતિને સર્વસમાવેશી સનાતની સમુદાયમાં તમામ પ્રકારની ખોટ દેખાય છે, કેમ કે એ ખોટ તમારા માટે ઇકોસિસ્ટમ ઊભી કરનાર મિશનરી અને જેહાદી પ્રજાએ બતાવેલી હોય છે.

કવિ મહાશય, આપના જેવા કથિત સર્જકો એ વાત સગવડપૂર્વક ભૂલી જાય છે કે, આ જ હિન્દુ સમાજ જો- તમે માનો છો એવો અસહિષ્ણુ અને હિંસક હોત તો મુહમ્મદ ઘોરી આટલી બધી વખત હુમલા કરી શક્યો જ ન હોત. આ જ હિન્દુ સમાજ જો- તમે માનો છો એવો અસહિષ્ણુ અને હિંસક હોત તો મુઠ્ઠીભર અંગ્રેજોને મસળી ન નાખત? બે દિવસ પહેલાં તમે ઋગ્વેદની ઋચાઓના નામે ફરી વખત હિન્દુ સમાજને અપમાનિત કરવાની ગલીચ હરકત કરી.

કવિ મહાશય, તમારા અજ્ઞાન ઉપર દયા આવે છે. દયા એ વાતની આવે છે કે, જીઓ-પોલિટિકલ પરિસ્થિતિ વિશે તમને રાઈના દાણા જેટલી પણ જાણકારી નથી. તમારા જેવા તત્વો ઉપર દયા એટલા માટે આવે છે કે, વિરાટ અખંડ ભારતમાંથી સમેટાઈ-સમેટાઈને હિન્દુ આજે 1947 પછીના ભારતમાં પણ માંડ 20 રાજ્યમાં થોડી-ઘણી બહુમતીમાં રહ્યો છે અને તો પણ તમે ઋગ્વેદનો હવાલો આપીને અમને એ મિશનરીઓ અને એ જેહાદીઓના પગમાં પડવાનું કહો છે જે અમને કાફર માને છે?

કવિ મહાશય, આપના જેવા સર્જકો હકીકતે માનવ સભ્યતાનું કલંક છે, કેમ કે લાખોની હત્યા કરનાર માઓ અને તેના પગલે ચાલતા માઓવાદીઓને એક શબ્દ બોલવાની તમારામાં હિંમત નથી. આપના જેવા સર્જકો હકીકતે માનવ સભ્યતાનું કલંક છે, કેમ કે માંડ 2000 વર્ષ પહેલાં કબિલાઈ આધિપત્યના મુદ્દે ઝઘડા કરીને છૂટા પડેલા અને આભાસી વ્યક્તિના નામે કહેવાતું પવિત્ર પુસ્તક લખીને પંથ ઊભો કરનારા, પહેલાં હિંસાથી અને ત્યારબાદ સામ-દામ-દંડ-ભેદથી દુનિયાના 100 કરતાં વધુ દેશોમાં ધાર્મિક શાસન સ્થાપનાર મિશનરીઓની અસલિયત દેખાતી નથી. આપના જેવા સર્જકો હકીકતે માનવ સભ્યતાનું કલંક છે, કેમ કે માંડ 1400 વર્ષ પહેલાં વધુ એક કબિલાઈ આધિપત્યના મુદ્દે ઝઘડા બાદ છૂટા પડેલા અને શાંતિપૂર્વક જીવન જીવતા મૂર્તિપૂજકોને કાફર ગણાવીને તેમનાં મંદિરો અને મૂર્તિઓના વિધ્વંસ ઉપરાંત તેમની કત્લેઆમ કરનાર જેહાદી માનસિકતાની અસલિયત તમને દેખાતી નથી.

આપના જેવા નિર્વીર્ય સર્જકો કીડીથી માંડીને સૃષ્ટિના તત્વોમાં ઈશ્વરનો વાસ જોનાર હિન્દુઓને ઋગ્વેદનું જ્ઞાન આપવા હાલી નીકળે છે, કેમ કે તમને ખબર છે કે તમે જેને હિંસક-અસહિષ્ણુ ગણાવો છો એ હિન્દુડો તો તમને બે-ચાર ગાળો દઇને સાંજે ખીચડી-દૂધ ખાઈને સૂઈ જશે. પણ જો, પેલા મિશનરી-જેહાદી-માઓવાદી વિશે આવું કશું બોલ્યા તો...!?

કવિ મહાશય, હિન્દુઓનાં હજારો મંદિરો તોડી નાખવામાં આવ્યાં છે અને એ વાત હિન્દુ વિદ્વાનોએ નહીં પરંતુ ગઝનીના સમયથી લઇને નહેરુના સમય સુધીના મુસ્લિમ ઇતિહાસકારોએ લખેલી છે, એ આપને ખબર છે? આમ તો તમારા જેવા તત્વો બહુ નબળા માણસો હોય છે એટલે મારી વાત નહીં માનો, છતાં વધારે નહીં પણ બે પુસ્તક વાંચવાનું સૂચન કરું છું – (1) Hindu Temples: What Happened to Them, (2) Breaking India તથા (3) Know the Anti-Nationals આ ત્રણે પુસ્તક સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિએ થયેલાં સંશોધન આધારિત છે.

આશા રાખું છું, આ ત્રણે પુસ્તક વાંચી લો ત્યાં સુધી હવે ભાઈ-“ચારા” ની સુફિયાણી સલાહ હિન્દુઓને આપવાનું સ્થગિત રાખશો.

ગાય, ભારત અને માનવસભ્યતા

 



--- રાષ્ટ્રીય શિક્ષક દિવસ નિમિત્તે સૌ શિક્ષકોને ચરણવંદન. 

દેશની એક હાઇકોર્ટે આ અઠવાડિયે ગાય વિશે અત્યંત આવકારદાયક ટિપ્પણી કરીને કરોડો ભારતીયોનાં દિલ જીતી લીધાં. હાઇકોર્ટના એ નિરીક્ષણને પગલે વધુ એક વખત ગાય તરફ સૌનું ધ્યાન દોરાયું છે.

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

થોડા મહિના પહેલાં કોરોના રોગચાળો પીક ઉપર હતો ત્યારે તમારામાંથી ઘણા બધાએ સોશિયલ મીડિયામાં વાયરલ એક ફોટો તેમજ વીડિયો જોયો હશે, જેમાં મૂળ અમેરિકી ગોરા નાગરિકો માનસિક શાંતિ મેળવવા માટે ગાયોને ભેટીને બેઠેલા જોવા મળ્યા હતા. મહારોગચાળા અને તેને કારણે આવેલા લૉકડાઉન અને આર્થિક મંદીથી માનસિક રીતે અસ્વસ્થ લોકો ગાયને ભેટીને, તેની પાસે બેસીના શાતા મેળવતા હતા. આ વાત યાદ કરાવવાનું કારણ હજુ માંડ પાંચ દિવસ પહેલાં એટલે કે પહેલી સપ્ટેમ્બરે અલ્હાબાદ હાઇકોર્ટે ગૌહત્યાના એક આરોપી જાવેદની જામીન અરજી પરની સુનાવણી દરમિયાન કરેલાં નિરીક્ષણો છે. હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં નિરીક્ષણ કર્યું કે, ગાય એ ભારતીય સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ છે અને ગૌમાંસ ખાવું એ કોઇનો મૂળભૂત અધિકાર હોઈ જ ન શકે. ખાવાના અધિકારના નામે એક જીવનો ભોગ લેવો એ કોઈ રીતે યોગ્ય નથી તેમ પણ અદાલતે કહ્યું છે.

હાઇકોર્ટનું એ વિધાન અત્યંત સચોટ છે કે, ગૌમાંસ ખાવું એ કોઇનો પણ મૂળભૂત અધિકાર હોઈ જ ન શકે. હકીકતે, જેહાદી માનસિકતા ધરાવતા અમુક લોકોના ગૌમાંસ ખાવાના કટ્ટરવાદી વલણને કારણે જ ભારતમાં અનેક સદીથી હિન્દુ-મુસ્લિમ તણાવ રહ્યા કર્યો છે. હિન્દુઓ ગાયને પવિત્ર ગણે છે અને માતાનો દરજ્જો આપે છે અને તેથી હિન્દુઓને માનસિક રીતે હેરાન કરવા તથા તેમની શ્રદ્ધાને તોડી પાડવાના મલેચ્છ ઇરાદાથી ગૌમાંસ (બીફ) ખાવામાં આવે છે, એટલું જ નહીં પરંતુ એ માટે ગાયોની ખૂબ મોટાપાયે દાણચોરી થાય છે. વળી આ દેશના કમનસીબે બદમાશ મીડિયા ગૌમાંસ ભક્ષકો અને ગૌ-તસ્કરોને છાવરે પણ છે! જો આવું બધું ન થતું હોત તો હું ખાતરીપૂર્વક કહી શકું છું કે આ દેશમાં હિન્દુ-મુસ્લિમ તણાવ આટલો બધો ન હોત.

ખેર, આજના લેખનો મુદ્દો પવિત્ર ગાયમાતા, તેના અસ્તિત્વનું મહત્ત્વ અને તેની સાથે સંકળાયેલા અર્થતંત્રનો છે. ગાય માત્ર પશુ નથી. ગાય એક જીવંત કામધેનુ છે. તેની હાજરી પણ જીવનમાં પરમ શાંતિનો અનુભવ કરાવે છે. ગાયનું દૂધ તો દૂધ, પણ તેનું છાણ-મૂત્ર પણ માનવ સભ્યતાના જીવનચક્રને ચલાવવા માટે ઉપયોગી છે. એટલે જ – સ્કંદપુરાણમાં કહ્યું છેઃ

त्वं माता सर्वदेवानां त्वं च यज्ञस्य कारणम्।

त्वं तीर्थं सर्वतीर्थानां नमस्तेडस्तु सदानधे

છતાં મિશનરી અને જેહાદી માનસિકતાના લોકો ઉપરાંત એ બંનેનું પોષણ કરનારા કથિત સેક્યુલર તત્વો ભલે ગાયના મહત્ત્વનો સ્વીકાર નથી કરતા, પરંતુ આધુનિક વિજ્ઞાન તેમજ પશ્ચિમી સંશોધકો તો ગાયના મહત્ત્વને સ્વીકારતા થયા છે – અને હા, આ વાતની  ગૂગલ કરીને ખાતરી કરી શકાય છે. મારી દૃષ્ટિએ તો આધુનિક વિજ્ઞાન અને પશ્ચિમી સંશોધકોનો હવાલો આપવો એ બાબત જ સાવ તુચ્છ અને છીછરી છે. કેમ કે, છેક વેદકાળથી ગાયના સનાતન મહત્ત્વનો સ્વીકાર કરવામાં આવેલો છે. કહેવાય છે કે, વેદોમાં કુલ 1,311 વખત ગાયનો ઉલ્લેખ છે, જે પૈકી ઋગ વેદમાં 723 વખત, યજુર્વેદમાં 87, સામવેદમાં 170 તથા અથર્વવેદમાં 331 વખત ગાયનો ઉલ્લેખ આવે છે. હકીકતે તમામ દેવી-દેવતાનો વાસ ગાયમાં હોવાનું સનાતની પરંપરામાં સ્વીકારવામાં આવેલું છે.

છેક 18મી સદી સુધી ઋષિઓ દ્વારા ચાલતી ગુરુકુળ પરંપરામાં ગુરુની સાથે જ ગાયને પણ સર્વોચ્ચ સ્થાન આપવામાં આવેલું હતું. આજની તારીખે પણ જ્યાં જ્યાં ગુરુકુળ ચાલે છે (કર્ણાટક, ગુજરાત વગેરે રાજ્યોમાં) ત્યાં ગૌશાળાઓ અચૂક જોવા મળે છે. ગુજરાતમાં તો સરકારે આખી કામધેનુ યુનિવર્સિટી સ્થાપી છે જ્યાં પશુપાલન અને ડેરી ઉદ્યોગનું શિક્ષણ આપવામાં આવે છે.

અલ્હાબાદ હાઇકોર્ટના જજ શેખરકુમાર યાદવે ભલે તટસ્થતા જાળવવાના પ્રયાસમાં એવું કહ્યું હોય કે ગાયનું ધાર્મિક મહત્ત્વ નથી પરંતુ ગાય ભારતની સાંસ્કૃતિક પરંપરાનો આધાર છે, પણ હકીકતે ભારતની સાંસ્કૃતિક પરંપરા એટલે જ સનાતન પરંપરા. એ પરંપરાને ખતમ કરવા માગતા તત્વો જ ગૌમાંસ ખાવાને પોતાનો અધિકાર ગણાવી દીધો અને નબળા, દંભી, ભ્રષ્ટ રાજકારણીઓએ થોડા મત માટે થઇને હિન્દુ સમાજની લાગણી ઉપર થઈ રહેલા કુઠારા ઘાતને અટકાવ્યો નથી. એવું નથી કે, ગૌવંશના રક્ષણ માટે કોઈ પ્રયાસ નથી થયા કે પછી કોઈ કાયદા નથી બન્યા. પ્રયાસ પણ થયા છે અને કાયદા પણ બન્યા છે, છતાં નબળા અને ભ્રષ્ટ રાજકારણીઓની સાથે સાથે હાડકું પણ ચૂસી લેવાની વૃત્તિ ધરાવતા (અમુક) સરકારી અધિકારીઓ અને પોલીસતંત્ર પણ ગૌવંશની ચોરી અને ગૌહત્યા રોકવામાં નિષ્ફળ ગયા છે એવું તારણ ન્યાયમૂર્તિ શેખરકુમાર યાદવની ટિપ્પણીમાંથી કાઢી શકાય. આશા રાખીએ કે, ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની તેમજ ગાયના રક્ષણને હિન્દુઓના મૂળભૂત અધિકાર ગણવાની હાઇકોર્ટની ભલામણનો સ્વીકાર થાય, અને જો એવું થશે તો આ દેશનું અર્થતંત્ર ફરી સુદર્શન-ગતિએ આગળ વધી શકશે.

છેલ્લે એક વાતનો સ્વીકાર કરવો જ જોઇએ કે, ગૌવંશની ચોરી અને ગૌહત્યામાં માત્ર જેહાદીઓ કે મિશનરીઓ જ જવાબદાર નથી, પણ કેટલાક લાલચુ અને વર્ણસંકરની પેદાશ સમાન હિન્દુઓ પણ જવાબદાર છે. અમુક પશુપાલકો પણ ગાયોને ગમેત્યાં છોડી દઇને ગૌહત્યાનો ભોગ બનવા દે છે. મોટાભાગના હિન્દુઓ ઘણી બધી અયોગ્ય જગ્યાએ ખર્ચા કરે છે અને ખોટી ખોટી જગ્યાએ દાન ઠાલવતા રહે છે, તેને બદલે જો ગૌશાળાઓમાં દાન કરે તો ગૌવંશને બચાવી શકાય તેમ છે. વિચારજો.

Sunday, August 29, 2021

આપણી આસપાસ કેટલા કંસ છે? ઓળખી લો

 


 

--- હિંસાખોર ડાબેરીઓ હિન્દુત્વને ઉખાડી ફેંકવા માગે છે. જે હિન્દુત્વ માત્ર દુનિયાનું કલ્યાણ ઇચ્છે છે, જે હિન્દુત્વ પ્રત્યેક જીવમાં શિવનો અંશ હોવાનું માને છે એ હિન્દુત્વ હિંસાખોર ડાબેરીઓને પચતું નથી. હિન્દુત્વની વિરુદ્ધમાં પડેલા આ બધા તત્વો હકીકતે કંસ છે, અને જન્માષ્ટમીના પવિત્ર દિવસની પૂર્વસંધ્યાએ એવા કંસોને ઓળખી લઇએ.

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

ગયા અઠવાડિયાના મારા લેખમાં જે પ્રથમ બે વાક્ય હતા...એ સાચા પડ્યા, અર્થાત ખરેખર એવું જ થયું… એ વાક્ય હતા- “તમારામાંથી ઘણાને એમ લાગશે કે ઠીક છે, આવું તો ચાલ્યા કરે. ઘણા એવું પણ કહેશે કે, અરે! આ લોકો તો અનેક વર્ષથી આવા પ્રયાસ કરે છે પણ તેમને સફળતા મળી નથી.” – અમુક વાચકો-મિત્રોએ આવું જ કર્યું, મારી વાતને ગંભીરતાથી ન લીધી.

ખેર, આગળ વધીએ. આ મુદ્દો અતિશય ગંભીર છે એટલે સળંગ બીજા અઠવાડિયે એ વિશે લખવું જરૂરી છે. ભારતના કેટલાક સોફેસ્ટિકેટેડ ડાબેરીઓ- આનંદ પટવર્ધન, આયેશા કિડવાઈ, બાનુ સુબ્રમણ્યમ, ભંવર મેઘવંશી, કવિતા કૃષ્ણન, મીના કંદસામી, મોહમ્મદ જુનૈદ, નંદિની સુંદર, નેહા દિક્ષીત, પી. સિવકામી પશ્ચિમના મિશનરીઓ અને જેહાદીઓની સાથે મળીને આખા વિશ્વમાંથી હિન્દુત્વને ખતમ કરી દેવા માગે છે! આ માટે સપ્ટેમ્બરમાં અમેરિકામાં એક કૉન્ફરન્સનું આયોજન કર્યું છે. “ડિસ્મેન્ટલિંગ ગ્લોબલ હિન્દુત્વ” નામે કૉન્ફરન્સના આયોજકોનો દાવો છે કે, આ કૉન્ફરન્સ માટે તેમને દુનિયાની 45 કરતાં વધુ શૈક્ષણિક સંસ્થાઓનો સાથ મળ્યો છે! જોકે શૈક્ષણિક સંસ્થાઓનો સાથ મળ્યો છે એ વાત સાચી નથી, એ આપણે આગળ જોઇએ.

આ ટુકડેગેંગ દ્વારા “હિન્દુત્વને ઉખાડી ફેંકવાનું” અભિયાન ચલાવવા માટે રીતસર એક વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે, ટુકડેગેંગની વેબસાઈટ ઉપર લખવામાં આવ્યું છે કે, ભારતની રાષ્ટ્રવાદી સરકાર ભારતના લઘુમતી સમુદાયો ઉપર, ભારતના કચડાયેલા વર્ગો (દલિતો) ઉપર, ભારતના ખેડૂતો ઉપર અસાધારણ અત્યાચારો કરી રહી છે અને તેના આ અત્યાચારોમાં વિશ્વમાં વસતા હિન્દુઓનો પણ ટેકો છે. આટલું લખ્યા પછી વેબસાઇટ પર જે વિભાગ આપવામાં આવ્યો છે તે ખરી ચિંતાનું કારણ છે. એ વિભાગમાં દુનિયાભરના લોકોને તેઓ જો કોઈ હિન્દુઓને કારણે હેરાન થયા હોય તો એની વાતો શૅર કરવા જણાવવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે ભારતમાં તેમજ અન્ય દેશોમાં પણ ધર્માંતરના ધંધાદારીઓ હિન્દુઓને વટલાવવા સતત કાર્યરત હોય છે. ધર્માંતરના ધંધાદારીઓની એ પ્રવૃત્તિ સામે પોતાનો ધર્મ – સંસ્કૃતિ બચાવવા હિન્દુઓએ સક્રિય થવું પડ્યું છે. ધર્માંતર કરાવવું એ એક પ્રકારે બીજા ધર્મ – બીજી સંસ્કૃતિ ઉપરનો હુમલો જ છે અને તેથી તેનો બચાવ કરવાનો પણ હિન્દુઓને અધિકાર છે. આ દરમિયાન સંઘર્ષ પણ થઈ શકે અને ઘર્ષણ પણ થઈ શકે. મિશનરીઓ અને જેહાદીઓ આ વાતને “હિન્દુઓ દ્વારા થતા દમન”માં ખપાવે છે, અને એવા લોકો પોતાના ઉપરના કથિત દમનને આંતરરાષ્ટ્રીય સ્તરે ચગાવવા માગે છે. મારી દૃષ્ટિએ ભારત સરકારે આ વેબસાઇટની, અને તેમાંય ખાસ કરીને આ વિભાગની ગંભીર નોંધ લઇને કોઈ પગલાં લેવા જોઇએ.

ચાલાક બદમાશોની બનેલી આ ગેંગ હિન્દુઈઝમ અને હિન્દુત્વને અલગ પાડે છે અને એવું સ્થાપિત કરવા માગે છે કે, ભાજપ જેવા રાજકીય પક્ષ અને સંઘ જેવા હિન્દુવાદી સંગઠનોને કારણે હિન્દુત્વનું આતંકી સ્વરૂપ ભારત માટે જોખમી છે, અને તેથી તેને ઉખાડી ફેંકવું પડે! આ ટુકડેગેંગને શાંતિપૂર્ણ, સમૃદ્ધ, વિકસિત હિન્દુ-સ્થાન પસંદ નથી.

હવે વાત કરીએ વિશ્વની 45 કરતાં વધુ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આ “ડિસ્મેન્ટલિંગ ગ્લોબલ હિન્દુત્વ” કૉન્ફરન્સને સમર્થનના દાવાની. તો સાચી વાત એ છે કે, કૉન્ફરન્સના આયોજકોએ હકીકતે બધી જ સંસ્થાઓની સંસ્થાઓના મેનેજમેન્ટ તરફથી સત્તાવાર સમર્થન મેળવ્યું જ નથી. પણ સંસ્થામાં કાર્યરત અમુક ભારતવિરોધી તત્વોનું સમર્થન મેળવ્યું છે, અને છતાં સમર્થન આખી સંસ્થાનું હોય એવો પ્રચાર કર્યો છે. કૉન્ફરન્સ સામે વિશ્વભરના હિન્દુઓએ વિરોધ વ્યક્ત કર્યા પછી જે તે સંસ્થાના ધ્યાનમાં આ વાત આવતાં તેમણે જાહેર કર્યું કે તેમણે હિન્દુત્વ વિરોધી કૉન્ફરન્સને સમર્થન આપ્યું જ નથી. હકીકતે હિન્દુત્વ વિરોધી કૉન્ફરન્સના આયોજકોનો આ ફોજદારી ગુનો ગણાય અને શૈક્ષણિક સંસ્થાઓએ આયોજકો વિરુદ્ધ કેસ કરવો જોઇએ.

આ સાથે બીજી એક અગત્યની ઘટના એ આકાર લઈ રહી છે કે, ભારતના અને વિશ્વના હિન્દુઓ આવા કાવતરાબાજ ડાબેરીઓ-મિશનરીઓ-જેહાદીઓ સામે જાગ્રત અને સાવધ થયા છે અને આ ટુકડેગેંગના અપપ્રચારનો જવાબ આપવા સક્રિય થયા છે. આપણે સૌએ પણ જાગ્રત અને સક્રિય થવું પડશે. આપણે સૌએ પણ ભારત વિરોધી – હિન્દુત્વ વિરોધી ટુકડેગેંગને ઓળખીને તેમની સામે અવાજ ઉઠાવવો પડશે. આવા લોકો આપણી આસપાસ જ છે, કંસ જેવા આ લોકોને ઓળખી લો એ જ આપણા માટે સાચી જન્માષ્ટમી બની રહેશે. જયશ્રી કૃષ્ણ.

(આ વિષય ઉપર ગયા અઠવાડિયે પ્રકાશિત પહેલો ભાગ વાંચવા અહીં ક્લિક કરો... https://keshav2907.blogspot.com/2021/08/blog-post.html 

Sunday, August 22, 2021

ડાબેરીઓને ફરી હિન્દુત્વ વિરોધી ચળ ઊપડી

--- રાષ્ટ્રવાદ સહન નહીં કરી શકતા હિંસાખોર ડાબેરીઓ ફરી સક્રિય થયા છે. આ ડાબેરીઓ અમેરિકામાં એકત્ર થઈને ચર્ચા કરવાના છે કે, હિન્દુત્વને કેવી રીતે ઉખાડી ફેંકવું? આ એ જ “બ્રેકિંગ ઈન્ડિયા” પરિબળો છે જેઓ અગાઉ દલિતોના નામે ભારતીયોમાં ઝેર ભરી ચૂક્યા છે, હવે ખેડૂતોને હાથો બનાવવા માગે છે

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

તમારામાંથી ઘણાને એમ લાગશે કે ઠીક છે, આવું તો ચાલ્યા કરે. ઘણા એવું પણ કહેશે કે, અરે! આ લોકો તો અનેક વર્ષથી આવા પ્રયાસ કરે છે પણ તેમને સફળતા મળી નથી. પરંતુ લેખની સાથે જે ફોટો છે તેના ઉપર ધ્યાન આપશો તો ખ્યાલ આવશે કે આ હિંસાખોર ડાબેરીઓ શું કરવા માગે છે?

આનંદ પટવર્ધન, આયેશા કિડવાઈ, બાનુ સુબ્રમણ્યમ, ભંવર મેઘવંશી, કવિતા કૃષ્ણન, મીના કંદસામી, મોહમ્મદ જુનૈદ, નંદિની સુંદર, નેહા દિક્ષીત, પી. સિવકામી – આ તમામ એ નામો છે અથવા એ લોકો છે જેમને તાલિબાની અને જેહાદી કૃત્યો સાથે જરાય વાંધો નથી, પણ ખુલ્લા મેદાનમાં સામાન્ય લાકડી સાથે કસરતના બે-ચાર દાવ કરતા, માતૃવંદનાનાં ગીતો ગાતા હિન્દુઓ સામે સખત નફરત છે. તેમની આ નફરત એ હદે પહોંચી ગઈ છે કે તેઓ આખા વિશ્વમાંથી હિન્દુત્વને ખતમ કરી દેવા માગે છે!

2011 એટલે કે આજથી દસ વર્ષ પહેલાં એક પુસ્તક પ્રકાશિત થયું હતું બ્રેકિંગ ઈન્ડિયા. અમેરિકામાં વસતા રાજીવ મલ્હોત્રા લિખિત આ અંગ્રેજી પુસ્તકમાં (જેનો ગુજરાતી અનુવાદ હવે ટૂંક સમયમાં પ્રકાશિત થવાનો છે) ભારતને ટુકડા ટુકડામાં વિખંડિત કરી દેવાની “મિશનરી-ડાબેરી-જેહાદી ત્રેખડ”ના કાવતરાની સિલસિલાવાર, દસ્તાવેજી પુરાવા સાથે માહિતી આપવામાં આવી છે. આ ત્રેખડ હવે ટુકડેગેંગ તરીકે કુખ્યાત છે એ વાત તમારામાંથી ઘણા લોકો જાણે છે.

2014થી અલગ અલગ રીતે સક્રિય આ ટુકડેગેંગને શાહીનબાગમાં નિષ્ફળતા મળી ત્યારબાદ કલમ 370 મુદ્દે પણ કશું જ કરી ન શકી. એટલે હવે આ ગેંગ નકલી-ખેડૂત આંદોલનને હાથો બનાવીને ભારતમાં અશાંતિ સર્જીને રાષ્ટ્રવાદી સરકારને હટાવી દેવા તલપાપડ થઈ ગઈ છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલાં આ ટુકડેગેંગ દેશમાં અશાંતિ સર્જાય એ માટે સક્રિય થઈ છે.

ઉપર જે નામો લખ્યાં તે ઉપરાંત એવા બીજા ઘણાં પરિબળો હશે જે ભારતને અસ્થિર કરવા માટેની “ડિસ્મેન્ટલિંગ ગ્લોબલ હિન્દુત્વ” ચળવળમાં જોડાયેલાં હશે. આ ગેંગ દ્વારા આગામી 10થી 12 સપ્ટેમ્બર દરમિયાન અમેરિકામાં કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત વિરોધી આ ટુકડેગેંગ કઈ હદે શક્તિશાળી હશે તેનો અંદાજ એ વાત ઉપરથી આવે છે કે, આ કૉન્ફરન્સ માટે તેમને દુનિયાની 45 કરતાં વધુ શૈક્ષણિક સંસ્થાઓનો સાથ મળ્યો છે! આ ગેંગ દ્વારા આ માટેની રીતસર એક વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે, તે ઉપરાંત ટ્વિટર હેન્ડલ, ફેસબુક પેજ તેમજ યુટ્યુબ ચૅનલ પણ બનાવી દેવામાં આવી છે જેના દ્વારા દુનિયાભરના ભારત વિરોધીઓને જોડી રહ્યા છે.

આ ટુકડેગેંગની વેબસાઈટ ઉપર લખવામાં આવ્યું છે કે, ભારતની રાષ્ટ્રવાદી સરકાર ભારતના લઘુમતી સમુદાયો ઉપર, ભારતના કચડાયેલા વર્ગો (દલિતો) ઉપર, ભારતના ખેડૂતો ઉપર અસાધારણ અત્યાચારો કરી રહી છે અને તેના આ અત્યાચારોમાં વિશ્વમાં વસતા હિન્દુઓનો પણ ટેકો છે. ચાલાક બદમાશોની બનેલી આ ગેંગ હિન્દુઈઝમ અને હિન્દુત્વને અલગ પાડે છે અને એવું સ્થાપિત કરવા માગે છે કે, ભાજપ જેવા રાજકીય પક્ષ અને સંઘ જેવા હિન્દુવાદી સંગઠનોને કારણે હિન્દુત્વનું આતંકી સ્વરૂપ ભારત માટે જોખમી છે, અને તેથી તેને ઉખાડી ફેંકવું પડે! આ ટુકડેગેંગને શાંતિપૂર્ણ, સમૃદ્ધ, વિકસિત હિન્દુ-સ્થાન પસંદ નથી. આ જ ટુકડેગેંગે ગુજરાતમાં 2002 પછી 59 રામભક્તોની હત્યાના કાવતરાખોરોને બચાવવા આકાશ-પાતાળ એક કર્યું હતું અને તે સમયે પણ અમેરિકા સહિત અન્ય દેશોમાં ડાબેરીઓને એકત્ર કરીને ગુજરાતના નાગરિકોને રાક્ષસ અને પીશાચી ચીતરી દીધા હતા. 2014 પછી આ ટુકડેગેંગની પેટની પીડા વધી ગઈ છે કેમ કે દેશના નાગરિકોએ એક રાષ્ટ્રવાદી સરકારની પસંદગી કરી છે.

ભારતની ટીકા કરવાનો, ભાજપની ટીકા કરવાનો, સંઘની ટીકા કરવાનો અરે હિન્દુ ધર્મની ટીકા કરવાનો દુનિયાના કોઇપણ માણસને અધિકાર છે, પરંતુ અહીં હિંસાખોર ડાબેરીઓ હિન્દુત્વને ભારત અને દુનિયા માટે જોખમી ગણાવે છે અને તેને ઉખાડી ફેંકવા સંગઠન રચે છે – એ ચિંતાજનક બાબત છે. આ ગેંગના પ્રયાસોને દુનિયાની શૈક્ષણિક સંસ્થાઓનો ટેકો છે – એ ચિંતાજનક બાબત છે. આગામી દિવસોમાં ગુજરાતના તેમજ દેશના કેટલાક ચોક્કસ મીડિયા આ ગેંગની વાતોને મહત્ત્વ આપશે – એ ચિંતાજનક બાબત છે. આ વિષય ઘણો ગંભીર છે. બ્રેકિંગ ઈન્ડિયા પરિબળો ફરી સક્રિય થયા છે. એ પરિબળો ભલે હિન્દુત્વને દૈત્ય ચીતરે, પરંતુ આપણે તો ધીરજપૂર્વક એ પરિબળોનો મુકાબલો કરવાનો છે, તેમને હરાવવાના છે, એક હજાર વર્ષથી હરાવતા આવ્યા છીએ તેમ... આ વિષયની ચર્ચા ચાલુ રાખીશું.

 

Thursday, July 8, 2021

પ્રધાનમંડળમાં ફેરબદલઃ આટલી હિંમત નરેન્દ્ર મોદી સિવાય કોઈ ન કરી શકે


 

પ્રધાનમંડળમાં ફેરબદલઃ આટલી હિંમત નરેન્દ્ર મોદી સિવાય કોઈ ન કરી શકે

 

*      અલકેશ પટેલ

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે એટલે કે અષાઢ વદ તેરસ, 2077 (07-07-2021)ને બુધવારે પ્રધાનમંડળમાં ફેરફાર કર્યા. સામાન્ય રીતે આ ક્રિયા પ્રધાનમંડળમાં વિસ્તરણ જેવા નામથી ઓળખાતી રહી છે, પણ ગઇકાલે જે થયું એ વિસ્તરણ નહોતું, પણ એક પ્રકારે આખેઆખું સમારકામ હતું. કેટલાક પાયા યથાવત્ રાખીને બાકીનું ધ્વસ્ત કરીને નવું નિર્માણ કરવામાં આવ્યું એમ કહેવાય. પ્રધાનમંડળની આટલા મોટાપાયે ફેરબદલ નરેન્દ્ર મોદી સિવાય બીજું કોઈ ન કરી શકે, કેમ કે સૌથી વરિષ્ઠ અને વિશ્વાસુ ગણાતા સાથીદારોને દૂર કરવા અને તેમના સ્થાને બિન-અનુભવી લોકોને જવાબદારી સોંપવી એ માટે ગજું જોઇએ.

બધા રાજકીય સમીક્ષકો પોતપોતાની રીતે પ્રધાનમંડળના આ ફેરબદલનું મૂલ્યાંકન કરે છે. ઘણાને એમ લાગે છે કે સરકારમાં નવી ટેલેન્ટ ઉમેરવામાં આવી છે, યુવાનોને સ્થાન આપવામાં આવ્યું છે, મહિલાશક્તિનું સન્માન કરવામાં આવ્યું છે વગેરે વગેરે. તો સામે નિરાશાના છાજિયા લેતા લોકો પણ છે. આપણે એમની ઉપેક્ષા કરવાની કેમ કે, નિરાશાનાં કારણો અંગત પણ હોઈ શકે અથવા સામૂહિક સ્થાપિત હિત હોઈ શકે.

 

ખેર, તો મુદ્દો એ છે કે આ ફેરબદલને કેટલી રીતે જોઈ શકાય?

મને લાગે છે કે, આ ફેરબદલના ઓછામાં ઓછા ચાર પરિમાણ છેઃ સૌથી પહેલાં તો મે, 2019માં બીજી વખત એનડીએ સરકારે શપથ લીધા ત્યારપછી વિવિધ કારણસર પ્રધાનોની સંખ્યા ઘટી ગઈ. રામવિલાસ પાસવાન જેવા કેટલાક નેતા કોરોનામાં સપડાઈને જિંદગી હારી ગયા, તો હરસીમરત કૌર જેવા કેટલાક લોકોએ અંગત છીછરા સ્વાર્થને કારણે ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો. કૃષિ કાયદામાં સુધારાને કારણે અકાલીદળનો ગરાસ લૂંટાઈ જતાં હરસીમરત કૌરે સરકારમાંથી રાજીનામું આપી દીધું. આવા બધા ફેરફારને કારણે કેન્દ્રના અનેક મંત્રાલયની વધારાની જવાબદારી અન્ય નેતાઓ ઉપર આવી પડી. આ ઉપરાંત છેલ્લા દોઢ વર્ષમાં કોરોનાને કારણે વિવિધ પ્રકારની પરિસ્થિતિ ઊભી થતાં કેટલાક નેતાઓની અક્ષમતા સૌની નજરમાં આવી ગઈ.

બીજું, આ જ સમયગાળામાં કોંગ્રેસ સહિત અન્ય પક્ષોમાંથી કેટલાક ટોચના અને વગદાર નેતાઓ ભાજપમાં આવ્યા. સ્વાભાવિક રીતે એ નેતાઓને કોઈ હોદ્દા આપવા પડે, અને તો જ ભવિષ્યમાં બીજા વિપક્ષી નેતાઓનું “ભાજપાગમન” કરાવી શકાય! એટલું જ નહીં પરંતુ ભાજપના પોતાના અનેક કાર્યકરો અને નેતાઓ વર્ષોથી સરકારમાં અથવા સંગઠનમાં કોઈ મહત્ત્વની જવાબદારી મળે તેની રાહ જોઈ રહ્યા હોય.

ત્રીજું, આગામી એકથી દોઢ વર્ષમાં અર્થાત 2022ના અંત સુધીમાં ગુજરાત, ઉત્તરપ્રદેશ સહિત કેટલાક અગત્યના રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવે છે. ભલે એ વિધાનસભા ચૂંટણી હોય પરંતુ ત્યાં કેન્દ્ર સરકારની કામગીરી, કેન્દ્ર સરકારની નીતિઓ ચૂંટણી મુદ્દા બન્યા વિના રહે નહીં, કેમ કે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષો પાસે પોતાના તો કોઈ મુદ્દા છે જ નહીં એટલે એમણે પંચાયતની ચૂંટણી લડવા પણ કેન્દ્રની મોદી સરકારને જ નિશાન બનાવવી પડે! તેથી જ કેન્દ્રની એનડીએ સરકારનું પરફોર્મન્સ સુધારવું પડે અને એ સુધારો પ્રધાનમંડળમાં ફેરબદલ વિના શક્ય નહોતો. અને ચોથો મુદ્દો, 2024ની લોકસભા ચૂંટણી. આજથી બરાબર ત્રણ વર્ષ પછી લોકસભા ચૂંટણી આવી પહોંચશે. એ સમયે મોદી સરકારે પોતાના પરફોર્મન્સ અંગે 60-70-80 ટકા જેટલા લોકોને સંતોષ થાય એવી કામગીરી કરી હોય તો જ ત્રીજી મુદતમાં બહુમતી લાવવાની આશા રાખી શકાય. અને એ માટે દેખીતી રીતે અત્યારથી જ કામ શરૂ કરવું પડે અને તો જ યોજનાઓ તથા લાભ સામાન્ય લોકો સુધી પહોંચવાની શરૂઆત થાય અને બે વર્ષ પૂરા થાય ત્યાં સુધીમાં નાગરિકોમાં સરેરાશ સંતોષની સ્તર આવી જાય. બાકી છેલ્લા વર્ષમાં તો લગભગ કોઈ મોટા કામ થાય નહીં, બધા ચૂંટણીના મોડમાં આવી ગયા હોય, એટલે મોદી સરકાર માટે તેની કામગીરી બતાવવા માટે રોકડા ગણીને બે જ વર્ષ રહ્યા.

આ ઉપરાંત, એક મુદ્દો એનડીએના સાથી પક્ષોનો પણ છે. અત્યાર સુધી ઓછું પ્રતિનિધિત્વ મેળવનાર અથવા અન્ય રાજકીય કારણોસર સાથીપક્ષોનો પણ સમાવેશ કરવાનો સમય પાકી ગયો હતો.

કુલ મળીને નરેન્દ્ર મોદી સરકારમાં જે નવા પ્રધાનોનો ઉમેરો થયો છે તેમાં ઉચ્ચ શિક્ષિત પ્રોફેશનલ્સ છે, ભાજપ પ્રત્યે નિષ્ઠા રાખી ચાર-ચાર ટર્મ સુધી ચૂંટાતા રહેલા સાંસદો છે, શિવસેના-કોંગ્રેસ જેવા પક્ષોમાંથી આવેલા ખૂબ વગદાર અને ટેલેન્ટેડ નેતાઓ છે અને મજબૂરીને કારણે સમાવવા પડેલા સાથીપક્ષોના કેટલાક નેતાઓ પણ મોદી-2.0ના 2.0 પ્રધાનમંડળમાં છે.

 

તો પડતા મૂકાયેલા વિશ્વાસુ વરિષ્ઠ નેતાઓનું શું?

આ પ્રશ્નના બે જવાબ છે અને વિશ્વાસ રાખો બંને સાચા છે. એક તો એ નેતાઓના પરફોર્મન્સને કારણે દેશમાં તેમજ અમુક કિસ્સામાં આંતરરાષ્ટ્રીય સ્તરે સરકારની છબી ખરાબ થતી હતી, બલ્કે ખરાબ થઈ જ ગઈ છે. આ સંજોગોમાં નરેન્દ્ર મોદી ઉપર દબાણ કરવાની તો કોઇની ક્ષમતા નથી, પરંતુ ચકોર મોદી મીડિયા ઉપરાંત સોશિયલ મીડિયાના ટ્રેન્ડને સારી રીતે સમજી શકે છે. તેના આધારે આકલન કરવાનું તેમના માટે મુશ્કેલ નથી. અને છબી ખરાબ કરતા લોકોને દૂર રાખવાનું અથવા દૂર કરી દેવાનું કામ તેઓ 2001માં ગુજરાતમાં હતા ત્યારથી કરે છે. બીજું અગત્યનું પાસું, જે મોટાભાગના લોકો ચૂકી જાય છે તે એ કે, અમુક વરિષ્ઠ નેતાઓની ભાજપના સંગઠનને મજબૂત કરવા અને તેને વાયબ્રન્ટ રાખવા માટે પણ જરૂર હોય છે. બધા જ વરિષ્ઠ અને વિશ્વાસુ નેતાઓને સરકારમાં લઈ લેવામાં આવે તો ભાજપના સંગઠનમાં ગાબડાં પડવાનું જોખમ ઊભું થાય. નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી આવાં જોખમથી વાકેફ હોય જ અને એટલે જેમણે પ્રધાનમંડળની નોકરી ગુમાવી છે તેમને સંગઠનમાં મહત્ત્વની જવાબદારી મળશે તેમાં મીનમેખ નથી.-અલકેશ.

Wednesday, June 30, 2021

ગુજરાતી પત્રકારત્વના 200 વર્ષના ઇતિહાસમાં 30 વર્ષ મારા પણ!


 

ગુજરાતી પત્રકારત્વના 200 વર્ષના ઇતિહાસમાં 30 વર્ષ મારા પણ!

📌અલકેશ પટેલ

 

ગુજરાતી પત્રકારત્વ આવતીકાલે પહેલી જુલાઈએ 200મા વર્ષમાં પ્રવેશે છે. 1822ની પહેલી જુલાઈએ ‘મુંબઈ સમાચાર’ શરૂ થયું તેના 20 દિવસ પહેલાં એટલે કે 10મી જૂન 1822ના રોજ ફરદુનજી મર્ઝબાને આ અંગે જાહેરાત કરી હતી, જેનો એક અંશ નીચે આપ્યો છે, તે માણો...પછી આગળની વાત, મારી વાત, પત્રકારત્વની વાત કરીએ.

 

“શરવે ગુજરાતી વાંચનારા શેઠ લોકોની શેવામાં શેવક ફરેદુનજી મોબેદ મરજબાનજી અરજ અને જાહેર અને જાણીતું કરે છે જે એ શેવકે ગુજરાતી ભાશા મધે એક અઠવાડીઆનું (નીઉજ પેપર) એટલે અઠવાડીઆંનાં શમાચાર છાપવા ઠેડવેઉ છે તે તારીખ 1લી આવતા જુલાઇ મહીનાંની, શંવત 1878નાં આખાડ શુદી 12ને શોમવારેને દંનથી પહેલું શ્રી મુમબઈનાં શમાચારનું પતર પરેશ મધેથી એટલે જે છાપાનાં ઈઅંતર મધેથી બાહેર પડશે અને એ દનથી શદા દર અઠવાડીઆંનાં સોમવારે શ્રી મુમબઈનાં શમાચાર છપાએઆ કરશે, અને એ અઠવાડીઆંનાં પતરનું નામ શ્રી (મુમબઈના શમાચાર) રાખેઉં છે.”

(સર્વે ગુજરાતી વાંચનારા શેઠ લોકોની સેવામાં સેવક ફરદુનજી મોબેદ મરજબાનજી અરજ અને જાહેર અને જાણીતું કરે છે કે એ સેવકે ગુજરાતી ભાષામાં એક અઠવાડિક (ન્યૂઝ પેપર) એટલે અઠવાડિક સમાચાર છાપવાનું ઠેરવ્યું છે તે તારીખ 1લી આવતા જુલાઈ મહિનાની, સંવત 1878ના અષાઢ સુદ 12ને સોમવારથી પહેલા શ્રી મુંબઈના સમાચારનો અંક પ્રેસમાંથી બહાર પડશે અને તે દિવસથી કાયમ દર અઠવાડિયે સોમવારે શ્રી મુંબઈ સમાચાર છપાશે, અને એ અઠવાડિક પેપરનું નામ શ્રી (મુંબઈ સમાચાર) રાખેલું છે.” (ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ, લેખક- ડૉ. રતન માર્શલ)

 

“મુંબઈ સમાચાર” 199 વર્ષથી અવિરત ચાલી રહ્યું છે એ ગુજરાતી પત્રકારત્વની વિરલ ઘટના છે અને એ માટે મુંબઈ સમાચાર અખબાર અભિનંદનને પાત્ર છે.

200મા વર્ષમાં પ્રવેશી રહેલા ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં હું પણ ખાસા 30 કરતાં વધુ વર્ષથી તેનો એક ભાગ રહ્યો છું અને આ ક્ષેત્રના તમામ સારા-નરસા, ઉત્તમ-કનિષ્ઠ રૂપરંગ નજીકથી જોયાં છે. અને એટલે આજે આ લેખ દ્વારા ત્રણ દાયકાનું વિહંગાવલોકન જરૂરી લાગે છે.

પત્રકારત્વ સંદર્ભે ઘણું સાચું-ખોટું રોમેન્ટિસિઝમ જોડાયેલું છે. રાજકારણના મુખ્ય મંચ ઉપર નરેન્દ્ર મોદીની એન્ટ્રી નહોતી થઈ ત્યાં સુધી સમાજનો એક ખૂબ મોટો વર્ગ પત્રકારત્વને – મીડિયાને દુનિયાનો તારણહાર માનતો હતો. નરેન્દ્ર મોદીએ એક સાથે અસંખ્ય-અસંખ્ય લોકોના મગજમાંથી એ ભ્રમ દૂર કરી દીધો કે મીડિયા તારણહાર છે. એવું નથી કે આ ભ્રમણા માત્ર નરેન્દ્ર મોદીએ દૂર કરી. હકીકતે એ પહેલાં પણ અનેક લોકો આ ભ્રમણા દૂર કરવા મથતા હતા, પરંતુ બધાનાં કદ એટલાં નાનાં પડતાં હતાં કે મીડિયા વિશેની ભ્રમણા દૂર થતી જ નહોતી. પણ હવે મારા સહિત દરેક પત્રકારે પક્ષીય વિચારધારાના આરોપથી બચવા ઘણું સાવધાન રહેવું પડે છે, કેમ કે મીડિયામાં માત્ર સત્ય આવે...એવી ધારણાઓ અને ભ્રમણાઓ ભાંગીને ભૂક્કો થઈ ગઈ છે. હા, એ ખરું કે, રાષ્ટ્રને ચાહનારા, રાષ્ટ્રને મહત્ત્વ આપનારા મારા જેવા પત્રકારો ઉપર સંઘી અથવા ભાજપી જેવા લેબલ લાગે ત્યારે એ માટે લેબલ લગાવનારાઓની રાષ્ટ્ર-વિરોધી માનસિકતા જવાબદાર ગણાય. કદાચ આ જ કારણે - “તમે તો પત્રકાર છો, તમને તો બધી ખબર હોય...” – એવા વાક્ય સાંભળવા ટેવાયેલા પત્રકારોએ આજે – “તમે આવું શા માટે બોલો છો અથવા આવું શા માટે લખો છો એ અમને ખબર છે...” એવું સામાન્ય નાગરિકોના મોંએ સાંભળવું પડે છે. આવું પતન કેમ થયું? દરેકે જાતે જ વિચારવું પડશે. મારી આ વાતથી ઘણા પત્રકાર મિત્રોનાં ભવાં ચડશે, પરંતુ વડીલો અને દોસ્તો- સડો છે એનો સ્વીકાર નહીં કરીએ અને એ સડો ઉઘાડો નહીં પાડીએ તો એ મટી જશે એવું માનવું ભૂલભરેલું છે, ખરુંને?

ખેર, હવે હું મારા વિશે વાતો કરતાં કરતાં 30 વર્ષના પત્રકારત્વના પ્રવાહને પણ રજૂ કરતો જઇશ. જાન્યુઆરી 1989માં ટ્રેઇની સબ-એડિટરથી શરૂ કરીને 2015-16માં એક્ઝિક્યુટિવ એડિટર જેવા ટોચના હોદ્દા સુધીની સફર છતાં આજે પણ મારી પેઢીના એવા ઘણા પત્રકાર-તંત્રીઓ છે જે મને ઓળખતા નથી. આવું શા માટે? તેનું મુખ્ય કારણ આ ક્ષેત્રમાં રહેલો “ભેદભાવ” છે. મીડિયામાં માત્ર જે લોકો રિપોર્ટિંગ કરે તે જ પત્રકાર- એવી સર્વસામાન્ય અવધારણા હંમેશાં રહી છે. મીડિયાની ઑફિસમાં ડેસ્ક ઉપર કામ કરનાર સબ-એડિટર કે સિનિયર સબ-એડિટર કે પછી ચીફ સબ-એડિટર પત્રકારત્વના વધારે ગુણ અને વધારે લાયકાત ધરાવતા હોય છે એ વાતની નથી મીડિયા સંસ્થાઓને પડી હોતી કે નથી પ્રજાને જાણ હોતી. તો પછી મને પણ અનેક લોકો ન ઓળખે એમાં નવાઈ શી?

15 જાન્યુઆરી, 1989નો એ દિવસ હતો... (વધુ આવતીકાલે...)

Tuesday, June 15, 2021

Rise of Dharma: an untold story of Dharmaraj Yudhishthira


*      Alkesh Patel

 We all know about our Shashtras including the most revered and widely read Mahabharata and Ramayana. Most of us also know about the characteristics of the main characters through their words and actions. Thousands of writers and speakers have been interpreting these epics and the characters, but if you have a sensible writer like Semanti Chakraborty, you can have the glimpse of a particular character, his/her inner joys and stresses, struggles and wins.

Rise of Dharma, a novel by Semanti Chakraborty provides a new and fresh dimension about Dharmaraj Yudhishthira. As the author herself says, “...To most of them he is nothing more than a gambler who caused misery in this family members’ lives, an unworthy husband who did not protest against humiliation of his wife, and a selfish brother who just used his brothers to get everything done... Many others see him as a weak, boring person who only preaches the rulebook Dharma and sometimes even justifies his own wrong decisions in the name of the same...” And she has done full justice to the character of Dharmaraj by bringing out his real worth.

Interestingly, the author is going to write Samrat Yudhishthira trilogy, and I believe that it would be a real treat for not only the book lovers, but the Mahabharata and Yudhishthira lovers as well! Why I say so? The reason is that, the author has nicely woven each and every character around the central character of Dharmaraj Yudhishthira. Rise of Dharma is such a lucidly written that the reader would not be able to put it back in the shelf without reading the last word of the last chapter, that’s promise! As you go through each chapter, the question will hunt you too, that banished from his homeland, in danger of being murdered, moving in disguise through a land of cannibals – can Yudhishthira cause Dharma to rise again in a broken Bharatvarsha?