Wednesday, April 3, 2019

લાલ કીડી, ડાઘીયા શ્વાન અને નરેન્દ્ર મોદી


લાલ કીડી, ડાઘીયા શ્વાન અને નરેન્દ્ર મોદી
--- અલકેશ પટેલ

લાલ કીડીનું કદ માણસના કદ કરતાં લાખો ગણું નાનું હોય છે. છતાં એ લાલ કીડી કરડે ત્યારે મોટું ચકામું થઈ જાય છે. પુષ્કળ ખંજવાળ આવે છે.

---- ત્રણ જ વાક્યની આ વાર્તાનો નરેન્દ્ર મોદી સાથે સીધો સંબંધ છે. સંબંધ એ છે કે, માણસને જો એક ટચુકડી લાલ કીડી કરડી જાય તો તેની પીડા અસહ્ય બનતી હોય છે... તો પછી નરેન્દ્ર મોદી તો એ વ્યક્તિ છે જેમને અનેક લોકો છેક 2002થી કરડી રહ્યા છે, બચકાં ભરી રહ્યા છે. કદી કોઈએ વિચાર કર્યો છે ખરો – કે આ એક માણસને આટલા બધા લોકો સતત ચટકાં ભરી રહ્યા છે તો એ માણસને કેટલી પીડા થતી હશે?

આ દેશ અને દુનિયામાં એવા અનેક મુર્ખ-શિરોમણી છે જે ગોધરા રેલવે સ્ટેશને 58 હિન્દુઓને જીવતા સળગાવી દેનાર મુસ્લિમ અપરાધીઓનો બચાવ કરે છે અને એ ઘટના માટે નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવે છે. એ મુર્ખ શિરોમણીઓ અદાલતી પ્રક્રિયાનો પણ સ્વીકાર કરવા તૈયાર નથી.

ગોધરા સ્ટેશનની એ ઘટનાનો દિવસ હતો 27 ફેબ્રુઆરી, 2002. છેક ત્યારથી શરૂ કરી હજુ આજ સુધી અર્થાત 17 વર્ષ કરતાં વધુ સમય પસાર થઈ ગયો હોવા છતાં આ દેશના કેટલાક રાજકીય પક્ષો, કેટલાક રાજકારણીઓ, કેટલાક અખબાર માલિકો, કેટલાક તંત્રીઓ, કેટલાક પત્રકારો અને ઘણી મોટી સંખ્યામાં મુસ્લિમો (ખાસ કરીને વહાબી મુસ્લિમો) દિવસ-રાત, ઊઠતા-બેસતાં, જાગતા-ઊંઘતા, હરતા-ફરતા... નરેન્દ્ર મોદીને સતત ચટકા ભર્યાં કરે છે.

આ બધું જ સહન કરીને આ એક વ્યક્તિએ 12 વર્ષ સુધી મુખ્યપ્રધાન તરીકેની જવાબદારી સારી રીતે નિભાવી. આ બધું જ સહન કરીને આ એક વ્યક્તિએ પાંચ વર્ષ સુધી દેશના વડાપ્રધાન તરીકેની જવાબદારી સારી રીતે નિભાવી...

...અને તેમ છતાંય, આજે તેની વિરુદ્ધ ઉપર કહ્યા એ બધા હાકલા-પડકારા કરે છે. યાદ રાખો દેશવાસીઓ, નરેન્દ્ર મોદીની વિરુદ્ધ હાકલા-પડકારા કરતા લગભગ તમામ (એકાદ-બે અપવાદને બાદ કરતાં લગભગ તમામ) કાંતો ભ્રષ્ટાચારી છે, રાજકારણમાં સગાવાદને કારણે ઘૂસી આવ્યા છે, દેશ વિરોધી તત્વોની સાથે હાથ મિલાવીને દેશને તોડવાના કાવતરામાં સામેલ છે, લઘુમતીઓની આળપંપાળ કરવાની લ્હાયમાં હિન્દુઓ સાથે અતિશય અન્યાય કરનારા છે, જમીનો અને નોકરી-ટ્રાન્સફરની દલાલી કરતા મીડિયાવાળા છે. આટલા લોકો સતત ડાઘીયાગીરી કરતા હોવા છતાં નરેન્દ્ર મોદી નામના એક માણસને નમાવી કેમ નથી શકતા? આટલા બધા ભેગા થઈને આ એક માણસને હરાવી કેમ નથી શકતા?

આ સવાલોનો જવાબ સાવ સરળ છે. નરેન્દ્ર મોદીને હિન્દુ હોવાનો ગર્વ છે. નરેન્દ્ર મોદીને રાષ્ટ્રવાદી હોવાનો ગર્વ છે. નરેન્દ્ર મોદીને પોતાની હજારો વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિ ઉપર ગર્વ છે.

અને રાષ્ટ્રીય નેતા તરીકે નરેન્દ્ર મોદીએ જે દિવસે આ ગર્વ જાહેર કર્યો તે દિવસથી દેશના કરોડો લોકો તેમના સમર્થક બની ગયા છે. આ એ જ કરોડો લોકો છે જે 800-1000 વર્ષથી અર્થાત ઇસ્લામી આક્રમણખોરો આ દેશ ઉપર આવવા શરૂ થયા ત્યારથી ગભરાયેલા હતા, ડરેલા હતા. આ કરોડો લોકો કોઈ બાહોશ વ્યક્તિ પોતાનું નેતૃત્વ કરે તેની રાહ જોઈ રહ્યા હતા.

એ સેંકડો વર્ષ દરમિયાન છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, ખુદીરામ બોઝ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા કેટલાકે સાહસ અને શૌર્ય દર્શાવ્યું... પરંતુ એ તમામ સમયગાળામાં કાંતો ઇસ્લામિક શાસન હતું, અથવા અંગ્રેજોનું શાસન હતું... અથવા કોંગ્રેસી શાસન હતું. પરિણામે નાગરિકો આ બધા શૂરવીરોની સાથે ખૂબ મોટી માત્રામાં જોડાઈ ન શક્યા. એ બધા કાંતો એકલ-દોકલ અથવા નાના સમૂહમાં લડ્યા, પરંતુ વિશાળ પ્રજાના સહકાર વિના તેઓ ખાસ કશું કરી શક્યા નહીં.

આ મહાન આત્માઓ ખાસ કશું કરી શક્યા નહીં એવું કહેવા પાછળનો મારો સ્પષ્ટ આશય એ છે કે, આ તમામ અગ્રણીઓ એક સાથે કરોડો લોકોને તેમના ધર્મ અને સંસ્કૃતિ માટે જાગૃત કરી શક્યા નહીં.

જો આ અગ્રણીઓ અથવા તેમાંથી કોઈ એકાદ-બે મહાનુભાવોને તેમના પ્રયાસમાં પ્રચંડ સફળતા મળી હોત અને તે સમયના લાખો દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના જાગૃત થઈ ગઈ હોત તો કોંગ્રેસ કે ડાબેરીઓ કદી આ દેશમાં સત્તા ઉપર ન આવી શકત. અને એ સ્થિતિ હોત તો આ દેશ આજે વિશ્વની મહાસત્તાઓની હરોળમાં હોત, કેમ કે ઉપર કહ્યા એ તમામ મહાનુભાવોમાં દેશને સર્વોચ્ચ શિખર ઉપર બેસાડવાની ક્ષમતા હતી.

ખેર, હજુ સાવ મોડું નથી થઈ ગયું :-
હજુ સાવ મોડું નથી થઈ ગયું. આધુનિક સમયમાં, આધુનિક સાધનોનો ઉપયોગ કરીને દેશના કરોડો નાગરિકો સુધી પોતાની વાત પહોંચાડી શકેલા નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ રાખી શકાય એમ છે. તેમના ઉપર ભરોસો કરી શકાય એમ છે.

એ ખરું કે, સેંકડો વર્ષનો બગાડ અને ખાસ કરીને છેલ્લા 70 વર્ષનો બગાડ પાંચ વર્ષમાં સુધારી નાખવાનું શક્ય નથી હોતું. પરંતુ આ પાંચ વર્ષમાં દેશને, ખાસ કરીને ધર્મ તેમજ રાષ્ટ્રવાદને ઝંખતા કરોડો લોકોને કમ સે કમ એટલો તો ખ્યાલ આવ્યો કે પોતાનાં મૂળિયા હજુ આ દેશમાં ઊંડા છે અને તેને બચાવી શકાય એમ છે. એ બચાવવા માટે રાજકીય ઇચ્છાશક્તિ સાથે નરેન્દ્ર મોદી રાજકીય-સામાજિક અને મીડિયાની ડાઘીયાગીરી સામે ઝઝૂમી રહ્યા છે...તો આપણે સૌએ પણ તેમના સમર્થનમાં ઊભા રહેવું પડશે એવું અનેક અનેક લોકોને લાગે છે.

અને કદાચ એટલે જ, ભારતના સાત દાયકાના ઇતિહાસની આ પ્રથમ ચૂંટણી હશે જેમાં ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો પોતે નરેન્દ્ર મોદીના પ્રચારક બનીને સીધા વિરોધપક્ષો, ડાબેરીઓ, નક્સલીઓ, આતંકવાદીઓ, જેહાદીઓ, કહેવાતા મીડિયાવાળા – એમ સૌને જવાબ આપી રહ્યા છે.

નરેન્દ્ર મોદીને હરાવવા આ ઉપર કહ્યા એ લોકો તો સક્રિય છે, પણ સાથે જેહાદી તત્વો અત્યંત ચૂપચાપ રીતે મોદી વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે એ સૌએ ખાસ યાદ રાખવું પડશે. આ જેહાદીઓ સામાન્ય મુસ્લિમોને, રાષ્ટ્રવાદી મુસ્લિમોને, શિક્ષિત અને સમજદાર મુસ્લિમોને ડરાવી રહ્યા છે. જેહાદીઓ એવો ડર ઊભો કરી રહ્યા છે કે જો નરેન્દ્ર મોદી ફરી ચૂંટાશે તો તેમના આખા ધર્મ માટે મુશ્કેલી ઊભી થશે. પરંતુ એ વાત સાચી નથી એવું સમજદાર મુસ્લિમો જાણે છે. દેશના દરેક સમજદાર નાગરિકોને ખબર છે કે ભ્રષ્ટાચારીઓએ મોદીથી ડરવાનું છે, રાષ્ટ્રદ્રોહીઓએ મોદીથી ડરવાનું છે, પાકિસ્તાન-પ્રેમીઓએ મોદીથી ડરવાનું છે, ટુકડે ગેંગ વાળાઓએ મોદીથી ડરવાનું છે, કામચોરોએ મોદીથી ડરવાનું છે.

બાકી તો દેશનો દરેક સામાન્ય નાગરિક એ વાતે સંતુષ્ટ અને ખુશ છે કે જમ્મુ-કાશ્મીર સિવાય બીજા કોઈ રાજ્યમાં રોજેરોજ આતંકવાદી હુમલાનો ડર રહ્યો નથી. આખા દેશમાં ક્યાંય કોમી તોફાનોનો ડર રહ્યો નથી. આવી સ્થિતિ એક સાચો નેતા જ લાવી શકે. આવી સ્થિતિ એક સાચો દીર્ઘદ્રષ્ટા રાષ્ટ્રવાદી જ લાવી શકે. આવી સ્થિતિ નિઃસ્વાર્થ વ્યક્તિ જ લાવી શકે.(C)અલકેશ પટેલ.
(આગામી 23 એપ્રિલે મત આપવા જાવ ત્યારે કોઈ ટૂંકા સ્વાર્થનો વિચાર કરવાને બદલે દેશ માટે લાંબાગાળાનો વિચાર કરજો, તમારી આગામી પેઢીનો અને તેની સલામતીનો વિચાર કરજો...)

No comments:

Post a Comment