Friday, April 19, 2019

સાધ્વી પ્રજ્ઞાઃ ધર્મરક્ષણ માટેના યુદ્ધનું પ્રતીક, પાર્થ હવે સજ્જ છે



  સાધ્વી પ્રજ્ઞાઃ ધર્મરક્ષણ માટેના યુદ્ધનું પ્રતીક, પાર્થ હવે સજ્જ છે

--- સેક્યુલારિઝમના કૂવામાં ખળભળાટ મચી ગયો છે. અફઝલ અને બુહરાન વાણીને નિર્દોષ કહેનારા આજે છાપરે ચઢી ચઢી એક હિન્દુ સાધ્વીની સામે તીર-કામઠાં છોડી રહ્યા છે. દિવસમાં પાંચ વખત સેક્યુલારિઝમના બણગાં ફૂંકનારા એકાએક અસહિષ્ણુ થઈ ગયા છે...

-- અલકેશ પટેલ
એક તરફ ભ્રષ્ટાચાર, પત્નીની હત્યા, કરચોરી, જમીન કૌભાંડ વગેરે કેસોમાં અદાલતમાંથી જામીન મેળવીને ખુલ્લામાં ફરી રહેલા લોકો છે...તો બીજી તરફ આતંકવાદના ખોટા કેસમાં નવ (9) વર્ષની જેલ અને અમાનવીય યાતના ભોગવનાર, અને હજુ સુધી કેસ સાબિત નહીં થતાં જેલમાંથી મુક્ત થયેલાં સાધ્વી છે.

આમછતાં, આ દેશની કમનસીબી છે કે, પહેલા પ્રકારના લોકો સેક્યુલારિઝમના ઘાતકી મોહરા પાછળ તમામ વિશેષાધિકારો ભોગવી રહ્યા છે, અને બીજી તરફ એક નિર્દોષ સાધ્વીએ પોતાની સાથે થયેલા અત્યાચારનું જાહેરમાં વર્ણન કરીને શરમજનક સ્થિતિમાં મૂકાવું પડે છે.

800-1000 વર્ષ પહેલાં જેહાદીઓ ઘૂસી આવ્યા ત્યારથી છેક 2014 સુધી જેહાદી આક્રમણખોરો મહાન હતા એવો ઇતિહાસ ભણતા રહેલા હિન્દુઓ, વેટિકનના ડૉલર અને સાઉદીના દીનારથી અંજાઈ જઈને ધર્માંતર કરી લેનારા હિન્દુઓ અને તેની સામે અપમાનિત થતા રહેલા હિન્દુઓ વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી અભૂતપૂર્વ સાંસ્કૃતિક સંઘર્ષ ચાલી રહ્યો છે. આમ તો 2001માં નરેન્દ્ર મોદીના ઉદયથી જ આ સૂક્ષ્મ સંઘર્ષ ચાલતો હતો, પરંતુ 2014થી રાષ્ટ્રીય સ્તરે વ્યાપી ગયો અને 2019માં એ સંઘર્ષ એવા સ્તરે આવી પહોંચ્યો છે જ્યાં તેને ધર્મના રક્ષણ માટેના સંઘર્ષ તરીકે ઓળખાવવામાં કશું ખોટું નથી.

ઘાતકી હિંસાના સમર્થક સામ્યવાદીઓ અને તેમના ખભે બેસીને પોતાની જ સનાતન સંસ્કૃતિને કોઇપણ ભોગે ખતમ કરી દેવા માગતા કોંગ્રેસ પક્ષે રાજકીય રીતે ભાજપને ખતમ કરી દેવા હિન્દુ આતંકવાદની જે થીયરી વહેતી કરી હતી તેણે અસહ્ય નુકસાન કર્યું હતું. જોકે, 2014માં કોંગ્રેસની હાર થતાં આ નુકસાન થતું અટક્યું, અને હવે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના નામે આવેલી રાજકીય જાગૃતિએ આ દેશને ફરી સજીવન કરી દીધો છે.

અને હવે સાધ્વી પ્રજ્ઞાની ઉમેદવારીએ આ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદમાં એક પ્રકારે વાઇબ્રન્સી ઉમેરી દીધી છે. તેમની ઉમેદવારીથી એક તરફ કરોડો-કરોડો હિન્દુઓ રોમાંચિત છે...તો બીજી તરફ 200-500 દંભી-નકલી સેક્યુલરવાદીઓના પેટમાં તેલ રેડાઈ ગયું છે. છેલ્લા બે દિવસથી આ દંભી-નકલી સેક્યુલરો જે રીતે ચીસો પાડી રહ્યા છે, જે રીતે રોદણાં રડી રહ્યા છે, જે રીતે દરેક મંચ ઉપર વિરોધ વ્યક્ત કરી રહ્યા છે...તેણે સાબિત કરી દીધું છે કે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના સંઘર્ષનું નેતૃત્વ લેનાર નરેન્દ્ર મોદીએ યોગ્ય નિર્ણય લીધો છે.

આ દંભી-નકલી સેક્યુલરોનો કકળાટ એ વાતની સાબિતી છે કે સનાતન સંસ્કૃતિને તોડી-ફોડીને ખતમ કરી દેવાનાં તેમનાં સપનાં અને તેમનાં કાવતરાં હાલ પૂરતા ધૂળમાં મળી ગયા છે. છતાં ધ્યાન રહે, ઘાતકી અને હિંસક માનસિકતા ધરાવતા સામ્યવાદીઓ અને તેમના ખભે બેસીના નગ્ન નાચ કરતા દંભી-નકલી સેક્યુલર માનસિકતા ધરાવતા લોકો અતિશય ઝેરી છે, તેમની ઇકો-સિસ્ટમ છેક મૂળ સુધી ફેલાઈ ચૂકેલી છે અને તેથી આ તત્વો ગમેત્યારે માથું ઊંચકી શકે છે- આપણે સૌએ આ બધાને કાયમ માટે નિષ્ફળ બનાવી દેવા ખૂબ સાવધાની રાખવી જ પડશે.

ઘાતકી અને હિંસક માનસિકતા ધરાવતા સામ્યવાદીઓ અને તેમના જોરે કૂદતા કોંગ્રેસી માનસિકતા ધરાવતા મુઠ્ઠીભર લોકો ભારતીય સંસ્કૃતિને, સનાતન ધર્મને, હિન્દુ પરંપરાઓને ધિક્કારે છે એ દરેક ભારતીય નાગરિકે જાણી અને સમજી લેવું પડશે જ. આ તત્વોને પાકિસ્તાન માટે પ્રેમ છે અને ભારતમાં વસતા પાકિસ્તાન-વાદીઓ માટે તેમને પ્રેમ છે. આ તત્વોને આતંકવાદ, ધર્માંતર, જેહાદ સામે કોઈ વાંધો નથી, પરંતુ સૃષ્ટિના કણ કણમાં ઐશ્વર્ય અનુભવતા વૈદિક સનાતન પ્રત્યે ધિક્કાર છે.

આ તત્વોને કરોડો માઈકો મારફત દિવસમાં પાંચ વખત થતા અવાજ સામે કોઈ વાંધો નથી, પણ તમારી આરતી, તમારા ગરબા, તમારી રામધૂન સામે વાંધો છે.

આ તત્વો બુરખાના બચાવમાં ચીસાચીસ કરી મૂકશે અને તમને કોમવાદી અસહિષ્ણુ જાહેર કરી દેશે, પરંતુ કોઈ હિન્દુ વહૂ-દીકરી માથે ઓઢશે તો ટોણા મારીને, ટીકા કરીને તેમને અપમાનિત કરશે.

આ તત્વોને ગાયની કતલ કરનારા અને ગાય ખાનારા વહાલા લાગે છે, પણ ગાયની પૂજા કરનારનું અપમાન કરવામાં જરાય ખચકાતા નથી.

આ તત્વોને બાંગ્લાદેશીઓ – રોહિંગ્યા માટે અપાર પ્રેમ છે, તેમના માટે આંસુ પણ સારી શકે છે, પરંતુ જમ્મુ-કાશ્મીરમાંથી વિસ્થાપિત થયેલા પંડિતો તેમને પસંદ નથી.

--- આ બધું આજે એટલા માટે યાદ કરવું પડે છે કે, આ બધા વિઘાતક પરિબળો અચાનક એક થઈ ગયા છે અને સનાતની સેનાના આગેવાનોને અપમાનિત કરીને, સમગ્ર હિન્દુઓને વિભાજીત અને વેર-વિખેર કરીને વર્તમાન શાસનને હરાવવા માગે છે. અને જો એ હારી જાય તો સનાતનને બચાવનાર હવે બીજું કોઈ આવવાનું નથી.

અને આ સંઘર્ષમાં સનાતન સંસ્કૃતિ તેમજ હિન્દુ પરંપરાઓને બચાવી લેવા માટે સંગઠિત થવાનો એક સંકેત આપવામાં આવ્યો છે. સમજદારો માટે ઇશારો પૂરતો હોય છે...બાકી નહીં સમજો તો – અથવા તમારામાં પણ જો સેક્યુલારિઝમના કીડા સળવળતા હોય તો... થોડા દાયકા પછી અફઝલ ગુરુ અને બુરહાન વાણી તેમજ ઝાકીર નાયક મહાન હતા એવા પાઠ ભણવા તમારી આગામી પેઢીને માનસિક રીતે તૈયાર કરી દેજો.

No comments:

Post a Comment