Saturday, April 6, 2019

અડવાણીજી, શત્રુઘ્ન સિંહા, મરિયમ અખ્તર મીર... અને પપ્પુ ગાંધી

અડવાણીજી, શત્રુઘ્ન સિંહા, મરિયમ અખ્તર મીર... અને પપ્પુ ગાંધી

--- અલકેશ પટેલ

ગઈકાલ શુક્રવારનો દિવસ અને આજે શનિવારનો દિવસ... ભારતીય રાજકારણ માટે ઝંઝાવાતી અને ચિંતાજનક બની રહ્યા. 
 
અને આ બધી ચિંતાજનક ઘટનાઓ માટે પપ્પુ ગાંધી જવાબદાર છે. 
પપ્પુ ગાંધીએ ગઇકાલે એટલે કે 5 એપ્રિલ, 2019ને શુક્રવારે મહારાષ્ટ્રમાં એક સભાને સંબોધતા અતિશય નીચ કક્ષાના નિવેદનો કર્યા. ""પપ્પુ ગાંધીએ જાહેરસભામાં એવું કહ્યું કે, 'નરેન્દ્ર મોદીએ એલ. કે. અડવાણીને સ્ટેજ ઉપરથી નીચે ઉતારી દીધા છે. નરેન્દ્ર મોદીએ અડવાણીને જૂતા મારી મારીને નીચે ઉતારી દીધા છે.'"" 
 
દેખીતી રીતે પપ્પુ ગાંધીનું આ નિવેદન રાજકારણ પ્રેરિત છે. ભાજપની અંદર રહેલા નબળા લોકોમાં અસંતોષ ફેલાય એવા બદ-ઇરાદા સાથે પપ્પુ ગાંધીએ આ હળાહળ નીચ કક્ષાનું નિવેદન કર્યું છે. 
 
પપ્પુ ગાંધીના આવા નિવેદનથી વ્યથિત થયેલાં વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજે ટ્વિટ કરીને તેની સામે નારાજગી પણ વ્યક્ત કરી. 
પણ મુદ્દો એ છે પપ્પુ ગાંધીની ભાષા અતિશય નિમ્ન કક્ષાની હતી. નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાતાવરણ ઊભું થાય એ માટે આ કોંગ્રેસી અધ્યક્ષ એવું બોલ્યા કે મોદીએ અડવાણીને જૂતા મારી મારીને ઉતારી દીધા..! 
સવાલ એ છે કે શું આ પપ્પુ ગાંધીને તેમની માતા સોનિયા ગાંધીએ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સિતારામ કેસરી સાથે કેવો વ્યવહાર કર્યો હતો તેનો ઇતિહાસ ખબર નથી? 
 
દેશ તોડવા મથી રહેલા કોંગ્રેસીઓના રવાડે ચઢીને આ મંદબુદ્ધિ ગાંધી ગમેતેવા નિવેદનો કરે છે, પરંતુ તેનો પોતાના પક્ષના ઇતિહાસ વિશે કોઈ જાણકારી નથી. સરવાળે નુકસાન કોંગ્રેસને અને દેશને છે એટલો એને ખ્યાલ આવે તો ઠીક, નહીં તો હરિ હરિ.
 
બીજી વાત કરીએ, મરિયમ અખ્તર મીર અર્થાત ઊર્મિલા મતોંડકરની. આજે એટલે કે 6 એપ્રિલ, 2019ને શનિવારે આપણું નવું વર્ષ છે. દેશના અલગ અલગ ભાગમાં અલગ અલગ નામે આજે ભારતવાસીઓ નવું વર્ષ ઊજવી રહ્યા છે... અને તેના એક દિવસ પહેલાં એટલે કે 5 એપ્રિલ, 2019ને શુક્રવારે આ મરિયમ અખ્તર મીર અર્થાત ઊર્મિલા મતોંડકરે અર્બન નક્સલવાદીઓના સમર્થક રાજદીપ સરદેસાઈને આપેલી મુલાકાતમાં નિવેદન કર્યું હતું કે, "હિન્દુ ધર્મ દુનિયાનો સૌથી હિંસક ધર્મ બની ગયો છે..." હા, ચાર દિવસ પહેલાં જ કોંગ્રેસમાં સામેલ થયેલી આ મતોંડકર ઉર્ફે મરિયમ અખ્તરે ટીવી ચૅનલ ઉપર આવું નિવેદન કર્યું છે. 

દેશવાસીઓ જાણે છે કે આ અભિનેત્રીએ એક કાશ્મીરી મુસ્લિમ મોહસીન અખ્તર મીર સાથે લગ્ન કર્યા છે. અને અમુક ટકા કાશ્મીરીઓ તેમજ અમુક ટકા જેહાદીઓ ભારત વિશે, હિન્દુત્વ વિશે શું માને છે એ આખી દુનિયાને ખબર છે. અને એ કારણસર મરિયમ મતોંડકર પણ કોંગ્રેસમાં સામેલ થતાની સાથે જ હિન્દુત્વને હિંસક ગણાવવા લાગે ત્યારે હિન્દુઓએ આવા લોકોથી ચેતી જવું જોઇએ.
 
હવે આવી વાત શત્રુઘ્ન સિંહાની. આ વધુ પડતો મહત્ત્વાકાંક્ષી પરંતુ કામગીરીની બાબતમાં શૂન્ય હોવાને કારણે બધેથી ફેંકાઈ ગયેલો માણસ હવે કોંગ્રેસમાં ભરાયો છે. આજે ભાજપના સ્થાપના દિવસે (6, એપ્રિલ) એણે ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસનું પૂછડું પકડ્યું. પણ એનો કંઈ વાંધો જ નથી. એને ભાજપમાં ન ફાવે અને પક્ષ છોડે એ સ્વાભાવિક છે... પરંતુ ભાજપ છોડતી વખતે એ જે નિવેદનો કરે છે તેની સામે વાંધો છે. શત્રુધ્ન એમ કહીને છેલ્લા એક વર્ષથી ભાજપ વિરોધી કામગીરી કરતો હતો કે ભાજપમાં તાનાશાહી આવી ગઈ છે અને મોદી-અમિત શાહ જ બધું નક્કી કરે છે. 
 
મુદ્દો એ છે કે, કોઈ પક્ષ, કોઈ સંગઠન... અરે કોઈ પરિવાર તેના મુખ્ય વ્યક્તિના નિયંત્રણ વિના ન ચાલે. દેશના નાગરિકોને યાદ કરાવું કે, જે સમયે તેની દીકરી સોનાક્ષી સિંહા ફિલ્મ ઉદ્યોગમાં આવી ત્યારે આ જ શત્રુઘ્નનું નિવેદન હતું કે સોનાક્ષીએ વસ્ત્રો અને અંગપ્રદર્શનની મર્યાદા જાળવવી પડશે. તો ભઈ, શું એ તાનાશાહી નહોતી? શું તું દીકરીને બધી છૂટ આપી દેવા તૈયાર હતો? જો પરિવાર માટે આવું હોય તો એક સંસ્થા કે સંગઠન કે પક્ષ માટે શિસ્ત શા માટે ન હોઈ શકે?(C)અલકેશ પટેલ
 

No comments:

Post a Comment