Tuesday, April 2, 2019

હમમ... તો કોંગ્રેસનો વિધ્વંસક ચહેરો ઉઘાડો પડી જ ગયો

હમમ... તો કોંગ્રેસનો વિધ્વંસક ચહેરો ઉઘાડો પડી જ ગયો

2019ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે આજે (2 એપ્રિલ, 2019) જે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો તે માત્ર દેશના અર્થતંત્ર માટે જ નહીં, પણ દેશની એકતા-અખંડિતતા, રાષ્ટ્રીય સુરક્ષા તેમજ હિન્દુઓના અસ્તિત્વ સામે જોખમ ઊભું કરનારો છે

--- અલકેશ પટેલ

2002માં ગોધરાકાંડ સમયે કોંગ્રેસનો જે અસલી ચહેરો આ દેશ અને દુનિયાને જોવા મળ્યો હતો, એ ચહેરો આજે 2019માં વધુ ભયંકર અને જોખમી થઈ રહ્યો છે. તેના સ્પષ્ટ કારણો છેઃ

2019ની લોકસભા ચૂંટણી જીતવા માટે (ચૂંટણી જીતવા માટે જ રાજકારણ હોય છે અને કોંગ્રેસ એવું કરે એમાં કશું ખોટું નથી... પણ) કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં જે કેટલાક વચન આપ્યા છે તેને કારણે આ દેશના પ્રત્યેક સંવેદનશીલ નાગરિકને ગંભીર ચિંતા થવી જોઇએ.

1) કોંગ્રેસનું કહેવું છે કે - જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના સફાયા માટે સલામતી દળોને આપવામાં આવેલો વિશેષ કાયદો (આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ ઍક્ટ) ની સમીક્ષા કરવામાં આવશે.
---------------- અર્થાત આ ચૂંટણી વચનનો અર્થ એ થયો કે કોંગ્રેસ પક્ષ જમ્મુ-કાશ્મીરમાં સલામતી દળો મજબૂત રહે તેવું ઇચ્છતો નથી. કોંગ્રેસની આતંકવાદીઓ સાથેની સહાનુભૂતિ આમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. જો સલામતી દળોને વિશેષ સત્તા ન હોય તો હાલ તેઓ જે રીતે નિર્ભય થઈને કામ કરે છે તેવા આતંક વિરોધી પગલાં સલામતી દળો લઈ શકશે નહીં. 

2) કોંગ્રેસનું કહેવું છે કે - દેશદ્રોહ વિરોધી કાયદો રદ્દ કરી દેવામાં આવશે.
--------------- અર્થાત આ ચૂંટણી વચનનો અર્થ એ થાય કે દેશમાં ભાગલાવાદી તત્વો ગમે તેવું બોલી શકશે, ગમે તેવા હિંસક આંદોલન કરી શકશે અને તેમ છતાં તેમની સામે કોઈ કાનૂની પગલાં નહીં લેવાય. હવે વિચાર કરો, ભૂલે ચૂકે જો કોંગ્રેસ ફરી સત્તામાં આવે અને દેશદ્રોહ વિરોધી કાયદો પાછો ખેંચી લે તો આ દેશના જાહેર સસ્તાઓ ઉપર અને આ દેશની શૈક્ષણિક સંસ્થાઓમાં ડાબેરી હિંસાવાદીઓ તેમજ અન્ય જેહાદી તત્વો ભારતના ટુકડા કરવાના સૂત્રોચ્ચાર કરશે.

3) કોંગ્રેસનું કહેવું છે કે - નાગરિકતા સંશોધન કાયદો રદ્દ કરવામાં આવશે. 
---------------- અર્થાત કોંગ્રેસ ફરીથી આ દેશમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ, રોહિંગ્યા મુસ્લિમોને પરત લાવવા માગે છે અને જે અગાઉથી ઘૂસી ગયેલા છે તેમને પરત કાઢવા તૈયાર નથી. દેખીતું છે કે કોંગ્રેસ માત્ર મુસ્લિમોને મતબેંક તરીકે જૂએ છે અને તેથી જ પ્રથમ ત્રણ મુદ્દા એ દિશાના છે. કોંગ્રેસ માટે આ દેશના 90 કરોડ હિન્દુઓનું કોઈ મૂલ્ય નથી.

આ જ સંદર્ભમાં કોંગ્રેસે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, જામિયા મીલિયા મુસ્લિમ યુનિવર્સિટી જેવી જે મુસ્લિમ શૈક્ષણિક સંસ્થાઓ છે તેમનો દરજ્જો યથાવત્ રાખવાનું પણ વચન આપ્યું છે. --- આનો અર્થ એ થયો કે આ સંસ્થાઓની અંદર ગમે તે થાય, આ સંસ્થાઓ ગમે તે કરે તેમ છતાં કોંગ્રેસનું શાસન હશે તો આવી સંસ્થાઓને કશો વાંધો નહીં આવે..!

4) રાહુલે ચૂંટણી ઢંઢેલો જાહેર કરતાં મંચ ઉપરથી એવું કહી દીધું કે 22 લાખ સરકારી નોકરી ખાલી છે અને અમે માર્ચ 2020માં એ ભરતી કરી દઈશું. પરંતુ હકીકતે ઢંઢેરાની અંદર 22 લાખનો કોઈ ઉલ્લેખ જ નથી. તેમાં કેન્દ્ર સરકારની ચાર લાખ નોકરીનો ઉલ્લેખ છે જે ખાલી છે.

--- આ સિવાય પણ કોંગ્રેસના ઢંઢેરામાં બીજા એવા અનેક વિધ્વંસક અને જોખમી વચનો છે જે દેશને છેલ્લા પાંચ વર્ષમાં ગતિવાન બનેલી પ્રગતિના રસ્તે આગળ લઈ જવાને બદલે પાછળ લઈ જશે. 
--- યાદ રાખજો, કયો રાજકીય પક્ષ કોની સાથે જોડાણ કરે છે, કોની સાથે હાથ મિલાવે છે તેના આધારે તેમની દાનત સ્પષ્ટ થતી હોય છે.
--- ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી વખતે વાતવાતમાં કોંગ્રેસી નેતાઓએ આજે પણ રાષ્ટ્રવાદ વિરોધી નિવેદનો કર્યા હતા.
--- એક વાત આ સાથે ખાસ યાદ રાખવા જેવી છે કે, વર્ષે 72,000 આપવાની વાત પણ દેશના અર્થતંત્ર માટે જોખમી જ છે. 25 કરોડ લોકોને સાવ મફતમાં વર્ષે રૂપિયા 72,000 આપી દેવા એ કયું ડહાપણ કહેવાય?(C)અલકેશ પટેલ.

No comments:

Post a Comment